________________
પરિણતિ જ્ઞાન
૧૫ હેય એટલે ત્યજવા લાયક છે. કેટલાક પદાર્થો ઉપાદેય એટલે આદરવા લાયક છે. હેયવ કે ઉપાદેયત્વ જાણ્યા વગર છડી કે આદરી ન શકાય, માટે એ પણ ય તો છે જ.
નીતિકારોએ હેય, ઉપાદેય અને ઉપેક્ષણય-એમ ત્રણ ભાગ રાખ્યા. ય વિભાગ જ ન રાખ્યો ! યત્વ બધાંમાં મૂળ શાખા. તેમાંથી હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય-એમ ત્રણ વિભાગ કર્યો. મતલબ કે નીતિકારોએ એ ત્રણ વિભાગ ફળ તરીકે જણાવ્યા. જેનો સિવાયના લોકેએ જ્ઞાનને રોકનારું જ્ઞાનાવરણીય કર્મ જાણ્યું કે માન્યું જ નહિ તે પછી તેને તેડવાને ઉદ્યમ તેઓના મનમાં ક્યાંથી થાય?
આત્માને કેવળજ્ઞાનના સ્વરૂપે જાણવાની તાકાત કેવળ સમ્યફીની છે. સૂકમ એકેન્દ્રિયને જીવ લે કે બીજે કઈ પણ જીવ લે. તેમાં કિઈપણ જીવ કેવળજ્ઞાન વગરને નથી. જીવ પદાર્થ સ્વરૂપે કેવળજ્ઞાનવાળે છે એ માન્યતા કેવળ સમ્યફવીની છે, જનમત વિના અન્ય કેઈપણ મતમાં આત્મા સ્વરૂપે કેવળજ્ઞાનવાળે મનાયો નથી. કોઈ પણ નાને છેક કાચના કટકાને હરે કહે છે, ઝવેરીને છોકરો સાચા હીરાને હીરો કહે છે, પણ તેનાં તેજ, તેલ, કિંમતની બન્નેને ખબર નથી. એ જ રીતે અન્ય મતવાળા “જીવ જીવ’ એમ કહે છે. પણ એના કેવળજ્ઞાનમય સ્વરૂપની તેઓને ખબર નથી.
શંકા : દરેક જીવમાં કેવળજ્ઞાન છે, તે તે જીવ કેવળજ્ઞાનથી લકા પ્રકાશિત કેમ નથી થતું?
સમાધાન કેવળ જ્ઞાનાવરણયકમ હોવાથી એ કર્મ સમકિતિને, મિથ્યાત્વિને, અભવ્યને તમામે માન્યું છે, એ કર્મ ખસેડી કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાની ભાવના સમકિતીને થાય. જે કેવળજ્ઞાનાવરણીય માને નહિ, તેને ખસેડવાની કલ્પના પણ ન આવે. એવી જ રીતે કેવળ દર્શનાવરણીય વગેરે કમૅરૂપ આવરણો ખસેડવાનાં. ધર્મારિતકાય અધર્માસ્તિકાય વગેરે અજીવ પદાર્થો તે પણ જો સિવાય કોણે માન્યા? શ્રી જિનેશ્વર મહારાજે કહેલું જીવનું સ્વરૂપ જે માને છે, તે જ મનુષ્ય જીવને કેવળજ્ઞાન સ્વરૂપવાળે માને છે, અને માટે જ તે કેવળજ્ઞાનાવરણીય કર્મને તેડવા ઉદ્યમ કરે.