________________ લગાડવા છતાં ઘાવ અને પીડામાં વધારો હોવા છતે કામલતા નામની મુખ્ય ગણિકાએ મંત્રીને કહ્યું. “હે મંત્રી ! આ નગરમાં કઈ પણ વૈદેશિક પુરૂષ સાક્ષાત્ દેવની જે આવેલ છે. અને તે કોઈ પણ પ્રકારના વ્યવસાય વિના પણ સર્વ સંપત્તિવાન છે. તેથી તે મહા પ્રભાવશાળી દેખાય છે. તેની પાસે કાંઈક ઔષધિ હશે.” તે સાંભળીને મંત્રીઓએ કુમારને પ્રાર્થના કરીને રાજાની પાસે લઈ ગયા. કરુણાવાળા કુમારે ઘાવને જોઈને મિત્રની પાસેથી મણિ–ચૂલિકા લઈને મણિના જલથી મૂલિકાને ઘસીને રાજાના ઘાવ ઉપર લગાડી. તે જ સમયે રાજા પીડારહિત થઈ ગયા. રાજાએ કુમારને કહ્યું. “હે અકારણ બંધુ ! તમે ક્યાંથી આવ્યા છે ? તે પછી રાજાને મંત્રીપુત્રે સર્વ વ્યતિકર કહ્યો. તે સાંભળીને રાજા બેલ્યો હે મંત્રીઓ ! આ મારા મિત્ર હરિનલ્દિ રાજાને પુત્ર છે. અહો! મેં પ્રમાદના કારણથી ન જાયે. ન ઓળખે. એમ કહીને તેમને પિતાને ત્યાં રાખીને ગુણથી ખરીદાયેલા રાજાએ કુમારને પિતાની રંભા નામની કન્યા આપી. તેની સાથે કીડા કરતે કેટલેક સમય ત્યાં રહીને પૂર્વની જેમ મંત્રીપુત્રની સાથે તે કુમાર નીકળે. અનુકમથી કુડપુર નગરમાં આવ્યું. તે ઉદ્યાનમાં કેવલિ ભગવંતને જોયા. તેમને વંદન કરીને દેશના સાંભળી દેશનાના અંતમાં કુમારે કેવલજ્ઞાની ભગવંતને પૂછ્યું. હે ભગવંતુ ! હું ભવ્ય છું કે અભવ્ય? કેવલિ ભગવતે કહ્યું “તું ભવ્ય છે અને પાંચમે ભવે બાવીસમો તીર્થકર થશે. અને આ તારે Gunratnasu MS. Jun Gun Aaradhak Trust