________________
એ સ્વીકારેલી ધર્મ નિવૃત્તિ માર્ગ પર રચાયેલ છે. બૌદ્ધ ધર્મમાં પણ પાછળથ - પ્રવૃત્તિ ધર્મ કમગની દાખલ થયેલ છે.” શ્રી લે. મા તિલકના એ વિચારેની સાથે અમે સમ્મત આવશ્યકતા. થતા નથી તેમજ તેમના વિચારે પૂર્ણ સત્ય પણું નથી. જૈન શાસ્ત્રોમાં
પ્રવૃતિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એમ ઉભયનું અધિકાર પરત્વે વર્ણન કર્યું છે એમ અમે પ્રસ્તાવનાના પ્રારંભમાં શાસ્ત્ર સાક્ષી પૂર્વક જણાવ્યું છે, પ્રવૃત્તિ ધર્મમા અને નિવૃત્તિ ધર્મમા અધિકારની આવશ્યકતા છે, જેને શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિયોની નિવૃત્ત દર્શાવી છે પરંતુ ધમ્ય પ્રવૃત્તિયોની નિવૃતિ જણાવી નથી. રાધિકારે ઘમ્ય પ્રવૃત્તિ જેવી કે ઉપદેશ વગેરેને
શ્રી તીર્થકરે પણ સેવે છે તે પછી એકલી નિવૃત્તિને જૈન ધર્મ શાસ્ત્રો જણાવે એમ કદાપિ માની શકાય નહીં. માટે લે. ચા તિલકે તે સંબધી પિતાના વિચારોને બદલવા જોઈએ. સાધુઓ, ત્યાગીઓ પિતાના અધિકાર પ્રમાણે સ્વામી રામદાસ, વિવેકનદ વગેરેની પેઠે ધમપ્રવૃત્તિને સેવી શકે છે અને ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે ક્ષાત્ર કર્મની, બ્રાહ્મવિદ્યાની, વૈશ્યકર્મની અને શુદ્ધ કર્મની પ્રવૃત્તિયોને એવી શકે છે અને તેની સાથે ધર્મ વ્રત અને દેવ ગુરુની આરાધના પણ કરી શકે છે—એમ જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે ગૃહસ્થને અને ત્યાગીઓને છેવટનું મુક્તિસ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે તેથી કઈ સ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મને નિષેધ થઈ શકતો નથી-એમ જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. અત્યાર સુધી કોઈ ગૃહસ્થ જેને પિતાની વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિને ત્યજી અક્રિય દશાને સેવી નથી શાસ્ત્રોને ન માને તોયે કે જેન, ધમ્ય પ્રવૃત્તિને તથા વ્યવહાર પ્રવૃત્તિને આયુષ્ય મર્યાદા સુધી છોડી શકે નહીં એમ કુદરતી નિયમ છે અન્ય ધર્મ પાળનારાઓને પણ કુદરતી નિયમ છે સ્વાભાવિક નિયમ એ છે કે જ્યાં પ્રવૃત્તિ ધર્મ વિશેષ હોય છે ત્યાં નિવૃત્તિ ધર્મને આચાર્યો પ્રરૂપે છે અને જ્યાં નિવૃત્તિ ધર્મની વિશેષ માન્યતા હોય છે ત્યાં પ્રવૃત્તિ ધર્મને પ્રરૂપી બનેની સમતલતા જાળવવા આચાર્યો પ્રયત્ન કરે છે. વૈદિક કર્મમાં નિવૃત્તિ ધર્મની મુખ્યતા થતા ભગવદગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા વર્ણવવી પડી અને જૈન શામા પણ એ રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મની મુખ્યતા ગૌણુતાના ચક્ર ફર્યા કરે છે તેમ સર્વ ધર્મોમાં પણ થયા કરે છે ઇશુક્રાઈસ્ટને જ્યાં જન્મ થયો હતો તે તરફના લેકે રજોગુણ તમે ગુણી આદિ પ્રવૃત્તિમાં મશગૂલ હતા તેથી તે દેશના લેકામાં પ્રવૃત્તિની મુખ્યતા સ્વભાવતઃ રહ્યા કરે છે અને હાલ પણ ત્યા એમ દેખાય છે તેથી મુખ્યતાએ નિવૃત્તિ માર્ગને ઉપદેશ દેઈને તેઓને કમમા કમ સાત્વિક પ્રવૃત્તિ ધર્મમાં લાવવાને ઇશુક્રાઈસ્ટને ઈરાદો હતા તેથી કંઈ તે ધમ નિવૃત્તિથી પર છે એમ કહી શકાય નહીં; આર્યાવર્ત જ્યારે પ્રવૃત્તિધર્મપ્રધાન હતા અને નિવૃત્તિની મુખ્યતાએ જરૂર હતી ત્યારે શ્રીપ્રભુએ તથા બુદ્દે નિવૃત્તિ પ્રવૃત્તિ મિત્ર ઉપદેશ આપ્યો હતો અને પાછળથી તે ધર્મના સાધુઓને જ્યારે પ્રવૃત્તિ ધમની જરૂર પડી ત્યારે પ્રવૃત્તિ ધર્મને તેઓએ આચરી બતાવ્યો. ધર્મશાસ્ત્રોના કથન કરતા ધર્મશાસ્ત્રોના અને ધર્મોના સસ્થાપકાની પ્રવૃત્તિ વા નિવૃત્તિ કેવી છે તે તપાસવાની જરૂર પડે છે. ભગવદગીતામાન શ્રીકૃષ્ણ અને ક્ષાત્ર ધર્મ બતાવ્યું અને પોતે યુદ્ધ કર્યું નહીં-એ પ્રવૃત્તિ ધર્મના ઉપદેશકને સારથિ બનતાં આદર્શ જીવનમાં એકાત ઘટી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાવાસમા. અને ત્યાગાવસ્થામાં સ્વાધિકાર ધર્મપ્રવત્તિને સેવવામાં ખામી રાખી નહોતી તેથી તેમણે સ્વાધિકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મનો જે ઉપદેશ આપે છે તેનું ત્રશુ કાલમાં પરિવર્તન થઈ શકે તેમ નથી શ્રીભગવદગીતા જે કાલમાં રચાઈ તે કાલમા એટલે આજથી લગભગ બાવીસ વર્ષ ઉપર વૈદિક ધર્મમાં નિવૃત્તિ ધર્મ પ્રધાન સાખ્ય શાસ્ત્રનું, સન્યાસ માર્ગનું, પરિવ્રાજક માર્ગનું જોર ઘણું વધ્યું હતુ અને તેથી લોકો નામર્દ બની ગયા હતા ત્યારે ક્ષાત્ર ધર્મની મહત્તા જાળવવા માટે પરપરાએ થએલા વ્યાસે શ્રીકૃષ્ણના