________________
૩૧
પ્રકરણ ૪ થું
ભાવાર્થ-જ્યગૃહ, શૂન્યવન જેમ શેભાને પામતાં નથી તેમજ પ્રતિમા વિનાનું મોટું વિશાળ ચિત્ય (મંદિર) પણ શોભા પામતું નથી, જગતમાં લશ્કરે કરી રાજ પણ શેભતે નથી. શુન્ય એવી સુંદર વસ્તુઓ જેમ જગતમાં શેભતી નથી, તેમ મારા આયુષ્યમાં બે શુન્ય પડી છે તે ખરેખર નથી શેભતી
ત્યારે એમાં બીજો ઉપાય પણ શું? રાક્ષસ બેલ્યો.
“કેમ ઉપાય નહિ? એ બે શુન્યમાંથી એક વધાર કે ઓછી કર તું આ સામર્થ્યવંત હોવા છતાં આટલ મિત્રતાનું કામ નહીં કરે વારૂ?”
“રાજન ! હું ગમે તેવો શક્તિશાળી હોવા છતાં તમારા આયુષ્યમાંથી એક વર્ષ વધારવું કે ઘટાડવું એ મારી તે શું બલકે સાક્ષાત ઈંદ્રની પણ શક્તિ નથી. »
“ અરે એ તે ખેટું? શું એટલું પણ તારાથી ન બની શકે? રાજા મનમાં તે આ સાંભળી ખુશી થયે, પણ રાક્ષસની શકિતનું માપ કાઢવા ખાતરી કરવા લાગ્યા. - “રાજન ! હું તે શું બલકે પૂર્વે ખુદ ચરમ તીર્થકર મહાવીર સ્વામી જે સમયે મેક્ષે જવાની તૈયારીમાં હતા તે સમયે સાક્ષાત ઈદે આવીને આયુષ્ય એક ક્ષણ માત્ર વધારવાની પ્રાર્થના કરી પણ એ કેઈથી બની શક્યું છે! કે હું તે બનાવી શકું?”
“ હશે ત્યારે જેવી મારી ભવિતવ્યતા ” રાજા નિરાશ થતો હોય તેમ બોલ્યો.
સમય થઈ જવાથી વૈતાલ તરતજ અદૃશ્ય થઈ ગયે. મહીપતિ પણ રાક્ષસના ગયા પછી નિદ્રાદેવીના આધીન થયે.