________________
પ્રકરણ ૪ થું
“હા.” રાજાએ અત્યારે તે ટુંકમાં પતાવ્યું.
એ પ્રસન્ન થયેલે વૈતાલ તરતજ અદશ્ય થઈ ગયે, અને રાજા નિદ્રાધિન થયા.
બીજી સવારે પ્રાતઃકાળના મંગલમય વાજીંત્રના નાદેને સાંભળો મહીપતિ જાગૃત થશે. મંત્રીએ રાજાનું ભાવી જાણવાને અધીરા થયેલા ઉતાવળા ત્યાં આવી મહીપતિને કુશળક્ષેમ જોઈ તેમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ રાત્રીનું સર્વ વૃત્તાંત મંત્રી સમક્ષ કહ્યું. નવા રાજાને પુનર્જીવન મળેલું જાણું મંત્રીઓએ માટે ઉત્સવ કર્યો. આવા મહત્સવમાં આખોય દિવસ નગરજનોએ. પસાર કર્યો.
દરરોજ એ પ્રમાણે બલિ આપવાથી રાજાને ને વૈતાલને મિત્રતા થઈ, છતાં રાજાને આ મિત્ર થયેલો શત્ર આંખમાં કણાની માફક ખુંચતે હતો. રેજ બલિ જો આવી રીતે આપવામાં આવે તે મોટા ભંડારે પણ ખાલી થતાં શી વાર લાગે! છતાંય અત્યારે તે સમયને માન આપીને ચલાવી લેવું એ ચતુરાઈનું કામ છે.
એક રાત્રીએ બલિને ગ્રહણ કરીને નવા રાજાની રજા લઇ રાક્ષસે અદશ્ય થવાની તૈયારી કરી તે વખતે નવા રાજાએ રાક્ષસને કહ્યું કે, “અરે મિત્ર? આટલી ઉતાવળ શી? જરા બેસે તે સહી. આપણે કાંઈક નવીન વાતચીત કરીએ.”
મહીપતિની આવી વાત સાંભળી એ ભયંકર જહા ને દાંતવાળે ૨ રાક્ષસ રાજાની પાસે આવીને પલંગ પર એ. “ તમે દેવતાઓ ઘણું શકિતવાળા ગણાય છે. કહે, તમારી શકિત કેટલી? અને તમારું જ્ઞાન પણ કેટલું ?' એની કાંઈ હદ હશે કે નહીં!