Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૧
આત્મગુણ
છોટાલાલભાઇનો) નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણવિશેષ છતાં પણ જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. (પૃ. ૫૦૨). વ્રતમાં રહી શકતો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તો તેમાં મોળા પડી જવાય છે; અને વ્રતનો ભંગ થાય છે. (પૃ. ૬૭૩) જે આત્માર્થી હોય, અથવા જેને આત્માર્થની ઇચ્છા હોય તેણે સદ્ગુરુના યોગે કરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં. કેમકે તેથી સર્વ જ્ઞાનીપુરુષની આજ્ઞા લોપવા બરાબર થાય
છે. (પૃ. પ૩૦). 1 અસત્ય આજ્ઞા ભાખું નહીં. (પૃ. ૧૩૮) આત્મઅનુભવ | 0 હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યફદૃષ્ટિનામાં ચોથા ગુણસ્થાનથી અપ્રમત્તનામા
સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે
લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. (પૃ. ૭૩૭) I આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે.
(પૃ. ૭૪૩). T બનારસીદાસને કંઈ તેવો યોગ (બીજજ્ઞાનનો) બન્યો હોય એમ “સમયસાર' ગ્રંથની તેમની રચના
પરથી જણાય છે. “મૂળ સમયસાર’માં એટલી બધી સ્પષ્ટ વાર્તા “બીજજ્ઞાન” વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેનો પણ કોઇ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. 'એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે; અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળધારા બનારસીદાસને જે અંશે પ્રગટી છે, તે નિર્મળધારાને લીધે પોતાને દ્રવ્ય આ જ છે એમ જોકે સ્પષ્ટ જાણવામાં નથી, તોપણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાસ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે; અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાયે રહી છે.
(પૃ. ૪૧૬-૭) D સંબંધિત શિર્ષક અનુભવ | આત્મગુણ I ગૃહવાસનો જેને ઉદય વર્તે છે, તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત