Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આજ્ઞા (ચાલુ)
૪૦ નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા
તેવા જ તેના ધર્મ કહ્યા છે. (પૃ. ૭૪૯) T જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી
કહેવાય. (પૃ. ૭૨૦) T કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધર્મસાધન ગણી તેને નિભાવવા માટે જે કાંઈ આજ્ઞા આપી છે તે આપી છે; બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હોત તો પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણી વગેરે લાવીને કટુંબનું અથવા બીજાનું પોષણ કરીને દાનેશ્વરી થાત. માટે મુનિએ વિચારવું કે તીર્થંકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પોતાને માટે, અને તે પણ લૌકિક દ્રષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે. મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય, અને તે ખોવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તો તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે; તેનું કારણ એ છે કે તે ઉપયોગન્ય રહ્યો. જો આટલો બધો બોજો ન મૂક્યો હોત, તો બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું ખોઈ બેસત. જ્ઞાનીએ આવો આકરો માર્ગ પ્રરૂપ્યો છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે ભ્રાંતિવાળો છે. જો છૂટ આપી હશે તો કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવર્તશે એવું જાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી છે. લોકની દૃષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી
મોટી લાગે છે. (પૃ. ૭૦૧-૨) ક સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા
છે. (પૃ. ૬૮૮) T સત્ સાધન કરવા માટે જે કાંઇ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પોતાપણે વર્તવું
તે જ સ્વચ્છંદ છે એમ કહ્યું છે. સદ્દગુરુની આજ્ઞા વિના શ્વાસોચ્છવાસ ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહીં. સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે.
સ્વચ્છંદાચારે શિષ્ય કરવો હોય તો આજ્ઞા માગે નહીં; અથવા કલ્પના કરે. (પૃ. ૬૯૬) D સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ,
વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. (પૃ. ૬૭૭). જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાગ્લાઘાદિ પામવા અર્થે, કોઈ મહાપુરુષનો કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાનીપુરુષની છે. (પૃ. ૪૨૨). જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાયઃ કેમકે. તમારો (શ્રી