________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહેલી સવારે જ્યારે કુમાર જાગ્યો, તેણે પાણીના કુંડ પાસે સિંહને ઊભેલો જોયો. એનો ઘોડો કુંડ પાસે ઊગેલું ઘાસ ખાઈ રહ્યો હતો.
‘સિંહ, કેમ આવ્યો? ક્યારે આવ્યો?' કુમારના મનમાં ચિંતા, ભય અને રોષની લાગણીઓ જન્મી. કુમારે બૂમ પાડી ‘સિંહ!'
સિંહે કુમારની સામે જોયું. કુમારે ઈશારો કરીને ખંડેરમાં આવવા કહ્યું. ઘોડાને ત્યાં ચરતો મૂકી, સિંહ કુમાર પાસે આવ્યો. સિંહે કુમારને પ્રણામ કર્યાં અને મૌન ઊભો રહ્યો. કુમારે સિંહના ખભા પર હાથ મૂકીને પૂછ્યું:
‘સિંહ, તું ક્યારે આવ્યો? શા માટે આવ્યો?' છતાં સિંહ બોલ્યો નહીં. ત્યારે કુમારના પેટમાં ફાળ પડી. ‘શું મહેલમાં કંઈ નવાજૂની થઈ હશે?’ તેણે સિંહની સામે જોયું. સિંહની આંખો ભીની હતી. કુમારે બે હાથે સિંહને પકડીને, હચમચાવી મૂક્યો.
‘શું થયું સિંહ?’
‘કુમાર, મને વચન આપો, તમારે એકલાએ આ રીતે આટલે દૂર નહીં આવવાનું.’ ‘પણ વાત તો કર, શું થયું?'
‘વાત પછી કરીશ. પહેલાં મને વચન આપો.’
‘વચન આપ્યું, બસ. હવે વાત કર.’
‘કુમાર, તમે પ્રાભાતિક કાર્યો પતાવો, પછી શાન્તિથી બેસીને, વાત કરું છું. વાત લાંબી છે.'
‘પરંતુ મહેલમાં કંઈ અશુભ નથી થયું ને?'
‘ના, મહેલમાં કંઈ અશુભ નથી થયું, મહેલની બહાર જંગલમાં અશુભ થયું છે! એ રસ્તામાં હું બતાવીશ.'
બંનેએ ગરમ પાણીના ઝરણામાં નાહી લીધું. બીજાં કપડાં પહેરી, ભીનાં કપડાં સૂકવી દીધાં. નાસ્તાનો ડબ્બો ખોલી નાસ્તો કરી લીધો; અને ચોકીની બહાર ધાબળો પાથરીને બંને બેઠા.
સિંહે વાતનો પ્રારંભ કર્યો.
ગઈ કાલે સાંજે અંધારું થતાં, વિષણના મિત્રો રાજમહેલમાંથી નીકળ્યા. મેં તેમને જોયા. હું તેમની પાછળ ચાલ્યો. નગરના ઉત્તર તરફના દરવાજે પહોંચ્યાં. ત્યાં ચારેના ચાર ઘોડાઓ તૈયાર હતા. તે શસ્ત્રસજ્જ હતા. ઘોડાઓ પર ખલેચીઓ લટકેલી હતી. તે ભરેલી હતી. મારું મન સાશંક હતું... એટલે મેં પણ તરત જ મારા શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૩૧
For Private And Personal Use Only