________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચ્ચે જ, ક્યારેક સુખોથી પણ કંટાળી જવાય છે... ત્યારે સ્વેચ્છાએ દુઃખ સહેવામાં આનંદ આવતો હોય છે!” વિચારોની પરંપરા ચાલતી રહી છે. સૂર્ય અસ્ત થઈ ગયો હતો. હવા શીતલ થતી જતી હતી.
કુમારે એ ખંડેરમાં જ રાત રહેવાનો નિર્ણય કર્યો હતો. પહેલું કામ એણે ચણાથી ભરેલી ચંદી ઘોડાને મોઢે બાંધી દીધી પગ પછાડીને અને શરીરને થથરાવીને ઘોડાએ આનંદ વ્યક્ત કર્યો. પછી પોતે કુંડના કિનારે જઈને, નાસ્તો કરવા બેઠો. નાસ્તો કર્યો. પાણી પીધું... અને ખજૂરીનાં વૃક્ષોની વચ્ચે જઈને ઊભો રહ્યો. પૃથ્વી પર અંધારું ઊતરવા માંડ્યું, ત્યાં સુધી તે ઊભો રહ્યો. પછી એ ખંડેરમાં આવ્યો. ખંડેરની છતમાં મોટું બાકોરું પડેલું હતું. અજવાળી રાત હતી. ખંડેરમાં પ્રકાશ હતો. તેણે પોતાની ખલેચીમાંથી કટારી બહાર કાઢી. સિંહે તેમાં કુમારનાં એક જોડ કપડાંની સાથે ગરમ શાલ મૂકેલી હતી. તેણે રાત્રિનાં કપડાં પહેરી લીધાં. શાલ બહાર કાઢીને ઓશીકે મૂકી. પાછો તે ખંડેરના દ્વાર પર આવ્યો. ઘોડાના મુખ પરથી ચણાની ચંદી ઉતારી લીધી. અડધા ઉપર ચણા ઘોડો ખાઈ ગયો હતો. ચંદીને ખંડેરમાં મૂકી, ઘોડાને લઈ, તે કુંડ પાસે ગયો, ઘોડાએ શાન્તિથી પેટ ભરીને, પાણી પી લીધું. પછી બંને ચોકીના ખંડેર પાસે આવ્યા. ખંડેરના દ્વાર પાસેના કડા સાથે ઘોડાની રાશ બાંધી દીધી. કુમાર ખંડેરની આસપાસ ટહેલવા લાગ્યો. નિસર્ગના સૌન્દર્યનું પાન કરવા લાગ્યો.
0 0 0 પ્રીતમસિંહને ત્યારે ચિંતા થઈ કે જ્યારે વિપેણના ચાર મિત્રો, સંધ્યા પછી, વિષેણના ખંડમાંથી નીકળી, મહેલની બહાર ઊભેલા અશ્વો પર બેઠા અને જે રસ્તે સવારે કુમાર ગયો હતો, એ રસ્તે એ ચારે મિત્રોના ઘોડા દોડવા લાગ્યા. એ ચારે શસ્ત્રસજ્જ હતા. જાણે કોઈ ધીંગાણું કરવા જતાં હોય, એવું સિંહે અનુમાન કર્યું.
સિહે તરત જ નિર્ણય કર્યો. તેણે પોતાનો અશ્વ સંભાળ્યો. શસ્ત્રસજ્જ બન્યો અને તે રાત્રિના અંધકારમાં ઓગળી ગર્યો. એના મનમાં કોઈ અશુભ આશંકા જન્મી ગઈ હતી. કુમાર ક્યાં ગયેલો છે, એ સિંહ જાણતો હતો. પેલા ચાર ઘોડેસવારો ક્યાં ગયા હશે એ પણ સિંહ જાણતો હતો.
- - -
૧030
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only