________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ હતો. જેમ કુમારને એ અશ્વ ગમતો હતો, તેમ અને કુમાર ગમતો હતો. એ સેનકુમાર સિવાય, બીજા કોઈને પોતાના પર સવારી કરવા દેતો નહીં.
સેનકુમારના ફરવાનાં બે-ચાર ખાસ સ્થાનો હતાં, તેમાં ચંપાનગરીથી પચીસેક માઈલ દૂર ઉત્તરમાં એક ટેકરો હતો. ત્યાં એક મહેલનું ખંડિયેર હતું. પાસે પાણીનો કુંડ હતો. થોડી વૃક્ષોની ઘટા હતી. રમણીય પ્રદેશ હતો.
માતા-પિતાને દીક્ષા લીધે બે મહિના પસાર થઈ ગયા હતા. શોકાકુલ દિવસો પસાર થઈ ગયાં હતાં. કુમારના પગ ઉત્તરના એ ટેકરા તરફ જવા માટે અને એકાન્તમાં બેસવા માટે થનગનતા હતા. કુમારે તારપ્રભાની રજા લીધી. તારપ્રભાએ કહ્યું: “આવતી કાલે સાંજ સુધીમાં પાછો આવી જજે.' તારપ્રભાની આજ્ઞાને કોઈ ઉલ્લંઘી શકતું નહીં. કારણ કે એની આજ્ઞામાં નિર્મળ સ્નેહનું આકર્ષણ ભરેલું રહેતું. તારપ્રભાને ખબર પડી કે કુમારની સાથે પ્રીતમસિંહ જશે જ. પરંતુ કુમારે એકલાએ જ ટેકરા પર જવા નિર્ણય કર્યો હતો. જ્યારે શ્વેત અશ્વ ઉપર સુંવાળી ગાદી બંધાવી કુમાર રાજગઢમાંથી નીકળ્યો ત્યારે તેની પાછળ સિંહ પણ અશ્વારૂઢ બનીને નીકળ્યો. કુમારે તેને પાછો કાઢ્યો. સિહે સાથે આવવાનો થોડો આગ્રહ પણ કર્યો. પણ કુમારે આજ્ઞા કરી ત્યારે જ તે પાછો ફર્યો.
કમારની જેમ સિંહ પણ અપરિણીત હતો. બંકી મૂછો, ઘેરા ઘટ્ટ વાળ, સુકલકડી શરીરવાળો એ અસ્સલ સૈનિક દેખાતો હતો. દેખાવમાં ભલે એ સુકલકડી હતો, પણ એનાં હાડકાં ગજવેલનાં બનેલાં હતાં. તેની આખી જિંદગી જાણે કુમારની સેવા માટે જ સર્જાઈ હોય તેમ એ અવિરત કુમારનું ધ્યાન રાખતો અને તેમાં તેને પોતાનું ગૌરવ લાગતું હતું. એણે ઘોડાની ખલેચીમાં નાસ્તો, નાની કટારી, એક તીક્ષ્ણ છરી, મજબૂત દોરીનું એક ગૂંચળું વગેરે મૂકેલું હતું. એ કુમારનો નાસ્તો જાણતો હતો, એટલે થોડો વધારે નાસ્તો મૂક્યો હતો. બીજી બાજુની ખલેચીમાં એણે ઘોડા માટે કાચા ચણાના તોબરો ભરીને, મૂકી દીધો હતો.
ચંપાના રાજમહેલમાંથી કુમાર બહાર નીકળ્યો ત્યારે હવામાન ખુશનુમા હતું. તેણે ચોકડું પકડીને અને એડી મારી.. કે ઘોડો પવનવેગે ઊપડ્યો. ચંપાનો બાહ્ય પ્રદેશ લીમડાનાં વૃક્ષો અને અશોકનાં વૃક્ષોથી હર્યોભર્યો હતો. પાંચેક માઈલ પછી સપાટ પ્રદેશ આવ્યો. એક ટેકરા પર અશ્વને ઊભો રાખ્યો. ક્ષિતિજ પર પેલો ટેકરો.. અને રાજમહેલનું ખંડિયેર દેખાતું હતું. આખાય વિસ્તારમાં સન્નાટો વર્તતો હતો. સૂરજ હવે તપવા માંડ્યો હતો. કુમારે અશ્વને દોડાવી મૂક્યો. જોતજોતામાં દસ માઈલ કાપી નાંખ્યા. ઘોડાના મોઢામાંથી સફેદ ફીણ ટપકતું હતું. તેની ગોરી ચામડી પર પરસેવાના બિંદુ જામ્યાં હતાં. એ પ્રદેશમાં લૂ વાવી શરૂ થઈ ગઈ હતી. કુમારે ૧0૨૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only