________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારસેનને જોતાં તેના ગોળ રેશમી ચહેરા પર તોફાની સ્મિત ફરકતું. તે સેનને જીવથી પણ વધારે ચાહતી. જો કે એનો પોતાનો પુત્ર હતો વિષેણ. પરંતુ તારપ્રભાને વિષેણ તરફ એટલું આકર્ષણ ન હતું જેટલું સેનકુમાર પ્રત્યે હતું. વિષેણ પણ પોતાની માતા સાથે ખપપૂરતો સંબંધ રાખતો હતો. સેન સાથેના તારપ્રભાના વધતા. જતા સ્નેહની ઈર્ષા વિવેણને સતાવતી હતી. વિષેણ સેનકુમાર સાથે પણ ખપપૂરતું જ બોલતો. બંને કુમારોએ કિશોરાવસ્થા વટાવી દીધી હતી. યૌવનમાં પ્રવેશ થયો હતો. પરંતુ બંનેની દિશાઓ જુદી હતી. સેન સાત્ત્વિક પ્રકૃતિનો હતો, વિપેણ તામસી પ્રકૃતિનો હતો.
બંને ભાઈઓ પરાક્રમી હતા. પરંતુ વિપેણ અયોગ્ય અને ખુશામતખોર મિત્રોથી ઘેરાયેલો હતો. સેનકુમારને કોઈ મિત્ર ન હતો. તેનો એક જ ભરોસાપાત્ર નોકર હતો તેનું નામ પ્રીતમસિંહ હતું. સેન તેને સિંહ કહીને જ બોલાવતો હતો. સિંહ સેનનો બધો જ ખ્યાલ રાખતો. સેનના પડછાયાની જેમ તે રહેતો.
રાજમહેલ વિશાળ હતો.
દક્ષિણ દિશા તરફના બે ખંડ સેનકુમાર માટે હતા. ઉત્તર તરફના બે ખંડ વિષેણ માટે હતા. જ્યારે પૂર્વ-પશ્ચિમ તરફનો ભાગ મહારાજા હરિપેણ માટે હતો. પૂર્વથી પશ્ચિમનો ભાગ જોડતી એક ગેલેરી હતી. ઉત્કૃષ્ટ-કલાકારીગીરીથી મહેલ દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો હતો.
એક દિવસ વિણના ખંડમાં એના મિત્રોની મહેફિલ જામી હતી. દારૂ-માંસાહાર છડેચોક વપરાતો હતો. જોકે મહારાજા અને મહારાણીને એ ગમતું ન હતું. છતાં તેઓ વિષેણના તામસી સ્વભાવના કારણે મૌન રહેતા હતાં.
રાત્રે બાર વાગ્યા હતા. ખાવા-પીવાનું પતી ગયું હતું. વિષેણે વાતનો પ્રારંભ કર્યો. “આ સેનકુમારનું કંઈ કરવું પડશે.”
નારંગે પૂછ્યું: “શું કરવું છે એનું? એ શું તને હેરાન કરે છે?' “ના રે ના, એ મને શું હેરાન કરે?' પરંતુ એ મારી માતાને ભરમાવતો રહે છે... અને મારી મા... એને ખૂબ ચાહે છે... કારણ કે એની માં નથી ને!'
“એટલી જ વાત છે ને?' નારંગ બોલ્યો.
“ના રે ના, એટલી જ વાત હોત તો હું જતી કરતા, પરંતુ હવે એ રાજકાજમાં પણ માથું મારે છે... મને એ નથી ગમતું. જોકે મને તો એ દીઠો નથી ગમતો..”
સારંગે કહ્યું: “તો એને પતાવી નાખવો છે? જે ઈચ્છા હોય તે સ્પષ્ટ કહે. ગોળ ગોળ વાત ના કર.”
ભાગ-૩ ભવ સાતમો
૧09છે
For Private And Personal Use Only