________________
જોતાં તે લાગણી સવિશેષ થઈ. પ્રકાશન કાર્ય માટે તેઓએ ભાવના જણાવી કે જો તમારી ઈચ્છા હોય તો “શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ” તરફથી આ પુસ્તકનું પ્રકાશન કરીએ. જો કે તેઓશ્રીએ તો એવું પણ કહેલું કે તમે જે કોઈ પુસ્તક લખો તે અમારા ટ્રસ્ટને આપશો તો આ ટ્રસ્ટ અવશ્ય પ્રકાશિત કરશે. આવી ઉદાર અને વિશાળ હાર્દિક ભાવના જોતાં જ મેં “રત્નાકરાવતારિકા” ના અનુવાદના પ્રકાશનકાર્ય વિષે હા પાડી. તેઓશ્રીનું રોકાણ સુરતમાં માત્ર એક દિવસનું જ હતું. એટલે વધારે વાતચીત કરવાનો સમય ન હતો. ત્યારબાદ ખંભાત આવવાનું મને કહેલું. પરંતુ ત્યાં ન જઈ શકાયું. પરંતુ અમદાવાદ પાસે કોબામાં હું દર્શનાર્થે ગયેલો. ત્યાં અચાનક જ બન્ને પૂજય મહારાજશ્રી મળ્યા. પ્રકાશનકાર્યની આગળ વાત ચાલી. તેઓશ્રી અમદાવાદ-વાસણા પધાર્યા. ત્યાં મેં મેટર તેઓશ્રીને તૈયાર કરીને આપ્યું.
ત્યારબાદ જુનથી સપ્ટેમ્બર ૧૯૯૫માં હું અમેરિકા ગયો તેટલામાં તો તેઓશ્રીએ એ મેટર પૂર્ણપણે તપાસીને કંપોઝ પણ (કોમ્યુટરમાં) કરાવી રાખેલું. હું આવ્યો ત્યારે પ્રથમ બે પરિચ્છેદનાં મુફો મને જોવા આપ્યાં અને ત્રીજા-ચોથા પરિચ્છેદના મેટરની માગણી કરી. આટલું ઝડપી કામ જોઈને હું આશ્ચર્ય પામ્યો. ત્રીજો-ચોથો પરિચ્છેદ મેં લખ્યો હતો પરંતુ પાછળથી જોયો ન હતો. જેથી મેં તપાસવા ટાઈમ માગ્યો. તેઓએ ઝડપ કરવા સૂચના કરી. મેં પણ બીજા કાર્યો ગૌણ કરી પહેલા-બીજા પરિચ્છેદનાં મુફો પ્રથમ સુધારી આપ્યાં, અને ત્રીજા-ચોથા પરિચ્છેદનું મેટર પાછળથી જોઈને આપ્યું. તેઓશ્રીની એ ભાવના હતી કે આ ઉત્તમ પુસ્તક વહેલું વહેલું પ્રકાશિત થઈ બહાર પડે. ત્યારબાદ આ કાર્ય માટે હું તેઓશ્રીને જંબુસર ભરૂચ અને વડોદરામાં મળ્યો. કામકાજ ચાલતું જ રહ્યું. ઘણા આનંદની વાત છે કે પૂજય આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજશ્રીની કૃપાદૃષ્ટિથી મારૂ આ પ્રકાશન કાર્ય ઘણું જ સરળ બન્યું. એટલું જ નહીં પરંતુ અનેકાનેક કાર્યોમાં વ્યસ્તતા હોવા છતાં પૂજ્ય મુનિશ્રી કલ્યાણબોધિ વિ. મહારાજશ્રીએ પોતાનો અમુલ્ય સમય ફાળવી તમામ લખાણનું સંશોધન પરિમાર્જન મુફ રીડીંગ વિ. કરી ગ્રંથનું સુંદર સંપાદન કર્યું જેઓનો ઉપકાર અવિસ્મરણીય બની રહેશે. ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન “શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ” દ્વારા થયું છે. તે બદલ તે સર્વેનો તથા આ ટ્રસ્ટનો આ પ્રસંગે હું ઘણો જ આભાર માનું છું.
૧-૨ પરિચ્છેદનો પ્રથમ ભાગ, ૩-૪-૫ પરિચ્છેદનો બીજો ભાગ અને ૬-૭-૮ પરિચ્છેદનો ત્રીજો ભાગ આમ ત્રણ ભાગમાં આખો આ ગ્રંથ છપાયેલ છે. તેમાં ૧-૨ પરિચ્છેદવાળો પ્રથમ ભાગ છેલ્લા ૨-૩ વર્ષથી અપ્રાપ્ય હતો. જેથી તે પ્રથમ ભાગની બીજી આવૃત્તિ અમારા ટ્રસ્ટ તરફથી હાલ આ છપાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org