________________
અનુવાદ લખવામાં પ્રેરણા
છેલ્લા કેટલાક વર્ષોથી તર્કસંગ્રહ-મુક્તાવલી, સ્યાદ્વાદ મંજરી, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ષદર્શનસમુચ્ચય, યોગશતક, યોગદૃષ્ટિ સમુચ્ચય આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા-કરાવવાનું ચાલુ જ હતું. તેમાં વિક્રમ સંવત ૨૦૪૮ થી ૨૦૫૧માં “રત્નાકરાવતારિકા' ભણવા-ભણાવવાનો પ્રસંગ આવ્યો. પૂ. અભયસાગરજી જૈનતત્ત્વજ્ઞાન પાઠશાળા ગોપીપુરા, સુરતમાં આ વર્ગ ચાલુ કર્યો. આ વર્ગમાં આસરે ૨૫ થી ૩૦ સાધ્વીજી મહારાજાઓ અભ્યાસ કરતાં હતાં. તેમાં ભણવા આવનાર સાધ્વીજી મહારાજશ્રી ન્યાય અને પ્રમાણશાસ્ત્રનાં સારાં અભ્યાસી અને બુદ્ધિશાળી ઉત્તમ પાત્ર જીવો હતાં. તે સર્વને આવા ગ્રંથો ભણવાની અતિઉત્કંઠા અને અદમ્ય પરમ ઉત્સાહ હતો. સાધુ જીવનને આશ્રયી કેટલીક પ્રતિકુળતાઓ પડતી, છતાં ઉંચા અભ્યાસ પ્રત્યેની ધગસ અને લાગણીને લીધે સર્વ પ્રતિકુળતાઓને અનુકુળતા રૂપ જ માનીને કઠોર પરિશ્રમ તેઓએ આદર્યો. ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેતાં હોવા છતાં, અને ભિન્ન ભિન્ સમુદાયનાં હોવા છતાં જાણે સમસ્ત ગ્રુપ એક જ હોય એવી પરસ્પર અતિશય પ્રેમભરી મમતા અને લાગણીથી તે સર્વે અભ્યાસ કરતાં હતાં. પંક્તિએ પંક્તિના અર્થો જાણે કેસેટમાં ટેપ થતા હોય તેમ તે સર્વે લખી લેતાં અને પાઠ વિનાના ટાઈમે પરસ્પર મળીને વારંવાર આ વિષયનું ઘણું જ દોહન કરતાં હતાં. વિષય જેમ જેમ આગળ ચાલતો ગયો, સમજાતો ગયો, પંક્તિઓ બરાબર બેસતી ગઈ. તેમ તેમ ઉલ્લાસનું અદ્વિતીય વાતાવરણ સર્જાતું ગયું. લખેલી નોટોના થોક થતા ગયા. એવામાં અમારો લખેલો “યોગશતક”નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો. તે જોઈને તે સર્વેની એવી ભારપૂર્વક પ્રેરણા થઈ કે જો આ “રત્નાકરાવતારિકા”નો અનુવાદ સવિસ્તર૫ણે જે રીતે સમજાવાય છે તે રીતે જો લખાય તો ઘણા જીવોનો ભાવિમાં ઉપકાર થાય. અને આપણા સર્વેની ભણનારભણાવનારના ક્ષયોપશમની પણ વૃદ્ધિ થાય. એમ તે સર્વેની જોરદાર પ્રેરણાથી આ કાર્ય આરંભવાનો વિચાર નિશ્ચિત કર્યો.
વિક્રમ સંવત ૨૦૪૮-૨૦૪૯-૨૦૫૦ અને ૨૦૫૧ આ ચાર વર્ષોમાં સુરતમાં ગોપીપુરામાં જે જે સાધ્વીજી મહારાજશ્રીઓ હતાં તે સર્વેનો આ અનુવાદ લખવા-લખાવવામાં ઘણો જ મહત્ત્વનો ફાળો છે. (હું અહીં દરેકનાં નામ આપતો નથી. પરંતુ) તે ઘણાં તીવ્રક્ષયોપશમવાળાં, ન્યાયશાસ્ત્રના વિષયમાં પટુતાવાળાં અને પંક્તિઓ ઉકેલવામાં સંપૂર્ણ પણે સહકારયુક્ત હતાં, તે સર્વેના સાથ સહકાર અને પ્રેરણાથી આ અનુવાદનું કાર્ય શરૂ કર્યું. અમેરિકામાં જેમ જેમ મેટર લખાતું જાય તેમ તેમ તે હું પોષ્ટથી સુરત મોકલતો. તેઓ બરાબર મેટર તપાસતાં. આ રીતે આ વર્ગોમાં ભણતાં ૫૨મવિદ્વાન્ પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીઓની પ્રેરણાથી જ આ કાર્ય શરૂ કર્યું છે. તેમાં
Jain Education International
૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org