________________
જ હોય છે અને પ્રકાશિત કરવા રૂપ કોઈકક્રિયા સ્વ-પર ઉભયાપેક્ષિત જ હોય છે. જો એમ ન હોત તો ઘટ-પટનો પ્રકાશ કરનાર સૂર્યપ્રભા, ચંદ્રપ્રભા, દીપકપ્રભા પણ અન્ય સૂર્યપ્રભા-ચંદ્રપ્રભા અને દીપકપ્રભા વિના પ્રકાશિત ન જ થવી જોઈએ. તેથી મીઠું જેમ પોતે પણ સ્વયં ખારાશવાળું છે અને પરને પણ ખારૂં કરે છે. મરચું જેમ પોતે પણ સ્વયં તીખાશવાળું છે અને પરને પણ તીખાશવાળું કરે છે તેમ જ્ઞાન પણ સ્વયં પોતાને પણ જણાવે છે અને ઘટપટાદિ પરને પણ જણાવે છે.
તથા મીમાંસક દર્શનકાર વળી શેયનો પ્રકાશ જ્ઞાનથી થાય છે અને જ્ઞાનનો પ્રકાશ શેયથી થાય છે. એમ માને છે અર્થપત્તિ નામના પ્રમાણથી તેઓ એમ સાબિત કરે છે કે આત્માની અંદર જો જ્ઞાન થયું ન હોત તો આ બાહ્ય ઘટપટ જે પ્રકાશિત થાય છે તે પ્રકાશિત થયા ન હોત. એમ ઘટપટાદિ બાહ્યપદાર્થનો પ્રકાશ અન્યથા ન ઘટતો હોવાથી અંદર જ્ઞાનને તે અર્થપત્તિ પ્રકાશિત કરે છે. પરંતુ આ દલીલ પણ બરાબર નથી કારણ કે અતીત અને અનાગત પદાર્થો નષ્ટ અને અનુત્પન્ન હોવા છતાં પણ જ્ઞાની આત્માઓને તે વિષયક જ્ઞાન થાય છે. માટે જ્ઞાન પોતે સ્વયં સ્વનું પ્રકાશક છે. પ્રમાણ અને નયની વ્યવસ્થા -
સંસારવર્તી સમસ્ત જ્ઞયપદાર્થોને જાણવાના ઉપાયરૂપ-સાધનરૂપ - આ પ્રમાણ અને નય છે. પ્રમાણ અને નય આ બંને જ્ઞાન જ છે અને જ્ઞાન જ શેયને જણાવી શકે છે. પ્રમાણ અને નય આ બંને શેયને જાણવાની દૃષ્ટિઓ છે. એક સર્વાશગ્રાહી દષ્ટિ છે અને બીજી એકાંશગ્રાહી દૃષ્ટિ છે. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં “પ્રમાણનવૈfધામ:” કહીને પ્રમેયને જાણવામાં આ બન્ને દૃષ્ટિઓને પ્રધાનતર કારણ જણાવી છે. શાસ્ત્રોમાં આવતી સકલાદેશ અને વિકલાદેશની વાત એ જ અનુક્રમે પ્રમાણ અને નયસ્વરૂપ છે. નયો મુખ્યતાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ છે કારણ કે પ્રમેયપદાર્થ દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક એમ ઉભય રૂપ છે. તેથી જ તેને જોવાજાણવા માટે તેના ઉપાયભૂત દૃષ્ટિઓ (નયો) પણ બે છે. સાકર એ પુદ્ગલદ્રવ્ય હોવાથી વર્ણગંધ-રસ અને સ્પર્શાત્મક છે એમ જાણવું તે પ્રમાણજ્ઞાન છે પરંતુ તે જ સાકર ચક્ષુથી જોવામાં આવે તો વર્ણ જ જણાય છે. રસનાથી ચાખવામાં આવે તો રસ જ જણાય છે. હાથથી સ્પર્શ કરવામાં આવે તો સ્પર્શ જ જણાય છે આ બધું જ્ઞાન એકેક અંશગ્રાહી હોવાથી નયજ્ઞાન છે.
ઉપર ઉપરથી જોવાથી નયો પરસ્પર વિરૂદ્ધ દેખાય. એક બીજા નો એક બીજા નયની વાતને કાપતા હોય એમ જણાય છે પરંતુ સૂક્ષ્મ રીતે સાપેક્ષપણે જયારે વસ્તુતત્ત્વનો વિચાર કરવામાં આવે તો બધી જ દૃષ્ટિઓ પોત પોતાની અપેક્ષાએ સુસંગત જ હોય છે અને એવી
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org