________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાનો આધાર
જ્ઞાન પોતે પદાર્થપ્રકાશક છે. પરંતુ જ્ઞાનમાં જે પદાર્થ જેમ જણાય તે પદાર્થ તેમ જ હોય તો તે જ્ઞાન પ્રમાણજ્ઞાન, અને જેમ જણાય તેમ જો પદાર્થ ન હોય તો અપ્રમાણજ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાનો આધાર શેય ઉપર નિર્ભર છે. (પ્રમાણનયતત્ત્વાલક પ્રથમ પરિચ્છેદ સૂત્ર ૧૯/૨૦/૨૧) રજતમાં રજતની બુદ્ધિ તે પ્રમાણજ્ઞાન અને શક્તિમાં રજતની બુદ્ધિ તે અપ્રમાણજ્ઞાન કહેવાય છે. આ વાત બૌદ્ધદર્શનના ઉત્તરભેદ રૂપ યોગાચાર અને માધ્યમિક બૌદ્ધને માન્ય નથી. કારણ કે તે બન્ને અનુક્રમે જ્ઞાનમાત્રવાદી અને શૂન્યવાદી હોવાથી જ્ઞાનથી ભિન્ન એવું ઈતર જ્ઞેય પદાર્થ કોઈ છે જ નહીં એમ માને છે એટલે તેમના મતે જોય જ કોઈ ન હોવાથી જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા જોયનિર્ભર નથી તથા અદ્વૈતવાદીઓની દષ્ટિએ આ સંસારમાં જોય એ અદ્વૈતરૂપ (અર્થાત્ એક રૂપ જ) હોવાથી આવા ભેદોની ઉપેક્ષા કરવામાં આવી છે. જે બરાબર નથી. કારણ કે જો જ્ઞય જ સંસારમાં ન હોય તો રજત હોય કે શુક્તિ હોય એમ બન્ને વખતે થયેલું રજતજ્ઞાન પ્રમાણ જ માનવું રહ્યું જે લોકવિરૂદ્ધ છે. તથા જો જગતું અદ્વૈતરૂપ જ હોય તો ઘટકાર્યકાલે માટી જ લવાય છે અને પટકાર્યકાલે તનુ જ લવાય છે તે ઘટે નહીં માટે આ બધી અન્યદર્શનકારની વાતો અપ્રમાણભૂત છે. જ્ઞાન એ સ્વયં પ્રકાશિત છે કે પરથી પ્રકાશ્ય છે ?
ઘટ-પટ આદિ શેય પદાર્થો જેમ સૂર્યથી અથવા દીપકથી પ્રકાશિત થાય છે. અને સૂર્ય તથા દીપક ઈતરસૂર્ય અથવા ઈતરદીપક વિના સ્વયં પ્રકાશિત થાય છે. તે જ રીતે જ્ઞાન એ ઘટ-પટ આદિ ઈતર પદાર્થોનો પ્રકાશ કરે છે અને પોતાનો પ્રકાશ પણ જ્ઞાન પોતે જ કરે છે. પોતાના પ્રકાશમાં જ્ઞાન કદાપિ ઈતરની અપેક્ષા રાખતું નથી આ જૈનદર્શનની દૃઢ માન્યતા છે. તેનું યુક્તિપૂર્વક આ ગ્રંથમાં પ્રતિપાદન કરેલ છે.
ન્યાય-વૈશેષિકની માન્યતા એવી છે કે ઘટ-પટ જેમ શેય છે અને સ્વથી અન્ય એવા જ્ઞાન વડે પ્રકાશ્ય છે. તેવી જ રીતે જ્ઞાન એ પણ એક પ્રકાશ્ય છે માટે ઈતરજ્ઞાન વડે પ્રકાશ્ય હોવું જોઈએ. તેથી એકના એક આત્મામાં સમવાય સંબંધથી ઉત્પન્ન થનારા બીજા જ્ઞાન વડે પ્રથમજ્ઞાન, અને તૃતીયજ્ઞાન વડે દ્વિતીયજ્ઞાન પ્રકાશ્ય છે. પરંતુ જ્ઞાન પોતે સ્વયં સ્વનું પ્રકાશક નથી. તેઓ તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે ગમે તેવો સુશિક્ષિત નટખટુ પરને પોતાના ખભા ઉપર ચડાવી શકે છે પરંતુ પોતે પોતાની જાતને પોતાના ખભા ઉપર ચડાવી શકતો નથી. તેમ જ્ઞાન પરને પ્રકાશિત કરી શકે છે પરંતુ પોતે સ્વયં પોતાનો પ્રકાશ કરી શકતું નથી. પરંતુ તેઓની આ દલીલ યુક્તિસંગત નથી. કારણ કે ખભા ઉપર આરોહણ કરાવવા રૂપ કોઈક ક્રિયા પરાપેક્ષિત
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org