________________
(વાદિઓની) સભામાં ચાર્વાક પોતાને માન્ય વાત કેવી રીતે રજુ કરી શકે? પ્રત્યક્ષ, એ જ એક પ્રમાણ છે. પ્રમેયને જણાવનાર હોવાથી, આ વાક્ય પણ પક્ષ-સાધ્ય-હેતુરૂપ હોવાથી અનુમાન જ થયું. તથા તેના પ્રતિવાદીઓ બીજાં અનુમાનાદિ પ્રમાણો માને છે એવી તેમના હૃદયમાં રહેલી વાત પ્રત્યક્ષ તો દેખાય જ નહીં, પ્રતિવાદીઓના વાક્યોચ્ચારણથી અનુમાન જ કરવું પડે અને ત્યારબાદ જ પ્રતિવાદીઓની માન્યતાનું ચાર્વાકને ખંડન કરવાનું સંભવી શકે. તેથી અનુમાનાદિ માનવું જ પડે. શ્રી “અન્યયોગવ્યવચ્છેદિકા માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે –
"विनाऽनुमानेन पराभिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य ।
न साम्प्रतं वक्तुमपि क्व चेष्टा, क्व दृष्टमात्रं च हहा प्रमादः ॥२०॥" બૌદ્ધ દર્શન - પ્રત્યક્ષ અને અનુમાન એમ બેને જ પ્રમાણ માને છે. પરંતુ આગમ એ અનુમાનથી ભિન્ન પ્રમાણ છે અનુમાનમાં સાધ્યભાવ છે. અન્વય વ્યતિરેક વ્યક્તિ છે. તે આગમમાં નથી. અને આગમમાં વાચ્ય-વાચકભાવ છે તે અનુમાનમાં નથી. તથા તે બૌદ્ધ કલ્પનાપોઢ (કલ્પના વિનાના-નિર્વિકલ્પક) ને જ પ્રમાણ માનતા હોવાથી ઈન્દ્રિયજન્ય સવિકલ્પક પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણ બહાર રહે છે. જે વાત યુક્તિસંગત નથી. તથા બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી પ્રત્યભિજ્ઞાન અને સ્મૃતિને અપ્રમાણ માને છે કારણ કે તે બંનેમાં પૂર્વાપર સંકલનારૂપ અને પૂર્વાનુભવના સ્મરણ રૂપ આંશિક નિત્યતા આવે જ છે. જે બૌદ્ધને અસ્વીકૃત છે. પરંતુ અનુમાનનું પ્રમાણ માનતાં વ્યાપ્તિકાલે પૂર્વાનુભવનું સ્મરણાદિ સંભવે જ છે. તેના વિના વ્યાપ્તિ જ અસંભવિત છે. માટે આ દષ્ટિ બરાબર નથી.
નૈયાયિક અને વૈશેષિક પ્રત્યક્ષ અનુમાન-ઉપમાન અને આગમ એ ચારને પ્રમાણ માને છે. પરંતુ પ્રત્યક્ષની બાબતમાં જ્ઞાનને પ્રમાણ ન માનતાં ઈન્દ્રિયો અને સાત્રિકર્ષને કરણ હોવાથી પ્રમાણ માને છે જે અન્વયે વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચારવાળી વાત છે. તથા વળી અવધિજ્ઞાનાદિ રૂપ આત્મપ્રત્યક્ષ તો આ પ્રમાણમાં સમાવિષ્ટ થતું જ નથી. જેથી અવ્યાપ્તિદોષ પણ આવે છે. તેમાંથી છૂટવા તેઓ એવો બચાવ કરે છે કે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનું જ અમે આ લક્ષણ કરીએ છીએ અને જો ઈશ્વરીય પ્રત્યક્ષ પણ સાથે લેવું જ હોય તો “જ્ઞાનાકરણકે જ્ઞાન પ્રત્યક્ષમ્” આવું લક્ષણ કરવું. પરંતુ ઈશ્વર વિનાના જીવોને પણ ઈન્દ્રિય નિરપેક્ષ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તેનું શું? એટલે તેમની વાત યુક્તિસંગત નથી. તથા અનુમાનમાં પણ પક્ષસત્ત્વાદિ પંચલક્ષણક હેતુને જ (અને બૌદ્ધ ત્રિલક્ષણક હેતુ ને જ) સદ્હેતુ માને છે. પરંતુ પક્ષસત્ત્વાદિ વિના પણ હેતુ સાધ્યનો ગમક બને જ છે. અહીં દેખાતા નદીપૂરથી ઉપરવાસમાં મેઘવૃષ્ટિનું અનુમાન થાય જ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org