________________
૧/૨ એમ બે પરિચ્છેદોનો આ પ્રથમ ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે તે જોઈને તે સર્વને તથા મને પણ અતિશય આનંદ થાય છે. આવા મોટા ગ્રંથનું લખાણ અને પ્રકાશન મારા જીવનમાં આ સૌથી પ્રથમ છે. પ્રથમ ભાગની આ બીજી આવૃત્તિ છપાય છે. પૂજ્ય સાધુ મહારાજશ્રી તથા પૂ. સાધ્વીજી મહારાજશ્રીના હાર્દિક આશીર્વાદથી જ આ કાર્ય થયું છે. એમ હું માનું છું. તે સર્વે મહારાજશ્રીનો આ લખાણની પ્રેરણા અને સાથ સહકાર આપવા બદલ મારા ઉપર ઘણો જ ઉપકાર છે. પંક્તિઓના અર્થ ઉકેલવામાં જયારે જ્યારે મારી મતિ મુંઝાણી છે, ત્યારે ત્યારે તેઓના ક્ષયોપશમે અને તેઓની બુદ્ધિમત્તાએ જ મને પૂર્ણ સહકાર આપ્યો છે. આ કાર્યમાં આપેલા સહકાર બદલ હું તે સર્વેનો ઘણો જ ઋણી છું. અનુવાદના પ્રકાશનકાર્યમાં પૂર્ણ સાથ અને સહકાર
આ “આકર” ગ્રંથનું લખાણકાર્ય જેટલું કઠીન હતું. તેટલું જ તેનું પ્રકાશકાર્ય પણ આર્થિક રીતે કઠીન હતું. છતાં અભ્યાસ કરતાં પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીની સર્વેની આ ભાવના હતી કે આનું પ્રકાશનકાર્ય પણ આપણે કરાવી આપવું. અને તેના પ્રયત્નો પણ આદરેલા. પરંતુ તેવામાં જ તેનો સરળ રસ્તો દેવ-ગુરુની કૃપાથી નીકળી ગયો.
પરમ પૂજ્ય તપોનિધિ ન્યાયશાસ્ત્રવિશારદ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના કર્મપદાર્થનિષ્ણાત પરમવિયરત્ન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. તથા તેઓના શિષ્ય મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા. વિહાર કરતા કરતા માત્ર એક દિવસ પુરતા ઓકારસૂરીશ્વરજી આરાધના ભવનમાં સુરત પધાર્યા. તેઓએ પૂર્વે પ્રકાશિત થયેલ મારાં લખાયેલ યોગવિંશિકા અને યોગશતક ગ્રંથો જોયેલા. તેથી તેઓશ્રીના હૃદયમાં મારા પ્રત્યે પૂર્ણપણે લાગણી પ્રવર્તતી હતી. વિશેષ પરિચય ન હોવાથી મને આ વાતનો કોઈ જ ખ્યાલ ન હતો. વંદનાર્થે હું
કારસૂરીશ્વરજી આરાધના ભવનમાં ગયો ત્યાં વિશેષ પરિચય થયો. જો કે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા - મહેસાણામાં હું જયારે કર્મગ્રંથ અને કમ્મપડિ ભણતો હતો ત્યારે તેમનો યત્કિંચિત્ પરિચય થયેલો પરંતુ તે વખતે બાલસ્વભાવ હોવાથી અને વર્ષો વીતી ગયેલાં હોવાથી આ પરિચય નષ્ટ પ્રાયઃ થયેલો. અને મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજશ્રીનો તો પ્રત્યક્ષપરિચય હતો જ નહીં. તથાપિ આ પ્રત્યક્ષમીલનથી આચાર્ય મહારાજશ્રીનો પરિચય તાજો થયો. અને મુનિરાજશ્રીનો પરિચય નવો થયો. લખાણકાર્ય વિષે વાત નીકળતાં અત્યારે શું લખાય છે ? એમ તેઓશ્રીએ પૂછયું. તેના ઉત્તરમાં “રત્નાકરાવતારિકા”નું ગુજરાતી વિવેચન લખાય છે એમ મેં કહ્યું. અને લખેલું મેટર બતાવ્યું. હૈયામાં લાગણી પ્રથમથી જ હતી અને મેટર
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org