________________
(૩૮)
જેને મહાભારત આ પ્રમાણે કહી રાજકુમાર રૂદન કરતે માતાના ચરણમાં પ. પુત્રની માતૃભક્તિ જોઈ ગંગાદેવી પણ સાથુવદના થઈ ગઈ. તેણુએ પુત્રને બેઠે કરી તેનાં અશ્રુ લડ્યાં.
પવિત્ર ગંગા ગદ્દગદ્દ કંઠે બેલી–હાલા પુત્ર! તારા જેવા પરાક્રમી અને ધૈર્યધર પુત્રને આ પ્રમાણે નેહાધીન રહેવું યોગ્ય ન કહેવાય. મારા જેવી ક્ષત્રિયાણીના ઉદરમાંથી ઉત્પન્ન થઈ આવે કાયર કેમ થાય છે? અમે સ્ત્રી જાતિ પણ પિતાનું મન વાળવાને સમર્થ થઈએ છીએ, તે તું પુરૂષ છતાં પિતાનું મન કેમ વાળી શકતો નથી ? તારા જેવા માતૃભક્ત અને આજ્ઞા પાળક પુત્રને મારા વચનનું ઉલ્લંઘન કરવું જેઈએ નહીં. ભાઈ! હિંમત રાખ, તારે આ તારા વૃદ્ધ પિતાની સામું જોઈ જેમ તેમને સુખ થાય તેમ કરવું જોઈએ. મારી મને વૃત્તિ હવે ધર્મ તરફ આકર્ષાઈ છે. તેમાં તું અંતરાય શામાટે કરે છે? તારા પિતાની સાથે જઈને તેમને રાજકાર્યમાં સહાયતા કર. તારા જે સુજ્ઞ પુત્ર જે વૃદ્ધ પિતાની સહાયતા નહીં કરે તે બીજે કણ કરશે ? વત્સ તું મારી આજ્ઞાને અનુસરી તારા પિતાની સાથે જા. તારા પિતાને પ્યાર તારી ઉપર એટલે બધે થશે કે જેથી તને મારું સ્મરણ કદી પણ થશે નહીં.
આ પ્રમાણે માતાના યુક્તિપૂર્વક વચનેથી ગંગાકુમાર ગાંગેયના હૃદયમાં બેધ ઉત્પન્ન થયે; તથાપિ માતૃસ્નેહને લઈને તે કાંઈ પણ બોલી શકે નહીં. ક્ષણવાર સ્તબ્ધ થઈ ગયે; પરંતુ તે બુદ્ધિમાન પુત્રે દીર્ઘ વિચાર કરી માતાની