________________
પ્રવચન પ૮ મું ઊંદરને ખેડાવનાર બિલાડીના વલખા તરફ ન જુવે | મેઘકુમાર, જમાલી બધાએ મહાવીર પાસે ધર્મ સાંભળે. તું ધન્ય કૃતપુણ્ય. જ્યાં પેલો કહે કે મારે દીક્ષા લેવી છે. દીક્ષા શબ્દ સાંભળે ત્યાં કાળાપાણીની સજા થાય. તેના કુટુંબને કેમ થાય? જે કુટુંબમાં દીક્ષા. થાય તે તેના કુટુંબને કાળાપાણ જેવી ભયંકર દીક્ષા લાગે છે. ધારણ મેઘકુમારની માતાએ દીક્ષા શબ્દ સાંભળે. જે બાઈ વિધવા થાય પાછળ તપાસીને પછાડીયું ખાય, કૃત્રિમ પછાડીયા ખાયને બેસીને સુવે, સહીયરે. ખસેડી નાખે છે, તેને પછાડીયા કહીએ છીએ. આતો આવા કૃત્રિમ પછાડીયા મેઘકુમાર જમાલી મહાબળની માતાએ એવી પછાડીયા ખાઈને પડી કે વલય તૂટી ગયા, હારે તૂટી ગયા ને બેશુદ્ધ થઈ ગઈ. આ વખતે મેધ-જમાલી મહાબળને રાગદશા થઈ જાય તો શું પરિણામ આવે? ખુદ ભગવતિજીને જ્ઞાતા-- જીમાં મૂળસૂત્રો આ વર્તન જણાવે છે. દાસીઓએ કેટલી વખત પવન નાખ્યા. બાવનાચંદન છાંટયા, ત્યારે આંખ ઊઘડી. આવી દશામાં પણ સંયમને. વિચાર ઢીલે કરતા નથી. આ અનાદર વગર બની શકે ખરૂં? વિષયાસફતનું વિષપણું અંતઃકરણમાં વસેલું ન હોય તે આ વખત શી દશા થાય? રૂદન કરે છે, આકંદન કરે છે તે પણ દીક્ષિતને એ વાતને વિચાર થતો નથી. પણ પહેલા ને આજના કાળમાં અહીં ફરક પડે છે. પહેલા કાળમાં જે દીક્ષા લેવા તૈયાર થએલા, એના મનને દુઃખ ન. થવું જોઈએ, આટલું છતાં મન દઢ રહે તો રજા આપી દેતા. મન કયું નથી કરતું, વગર ઈચ્છાએ જાવ, દીક્ષા લે-એમ કહે છે. આ જમાલીની મહાબળની મેઘકુમારની માતાના શબ્દો ઈછા નહીં, છતાં રજા આપી છે. આ વાત ઘરે બની, પણ આપણે જે વિચાર કરીએ છીએ તે ત્રજાના સરખા શરીરવાળા તે કાલના સમયે જ્યાં વરઘોડો ચઢાવી મહાવીર પાસે ગયા છે, ધારણું માતા આકંદન કરતી, વિલાપ કરતી, મોતીના હાર સરખા આંસુ મેલતી હોય તે વખતે ભગવાન કેવી રીત દીક્ષા આપી શક્યા હશે? પણ કહો એક ઊંદરડાને છોડવનાર બલાડીના વલખાને કીમતી ન ગણે, બલાડીના હાથમાં આવેલ ઊંદર છટકી ગયો તે વખતે બલાડી વલખાં મારવામાં કેટલું બાકી રાખે ? તમે ઊંદરની જિંદગી સામ જુવે કે બલાડીના વલખાં સામું જોવે. બલાડી કેવી જમીન પર નહોર ભરે છે? ઊંચી નીચી કુદે છે, તે તરફ નથી જતા. અમે ઊંદરડાના જીવ તરફ જોઈએ છીએ. વલખાં તરફ જોઈએ તો ઊંદર બચી શકે નહિં.