________________
४०४
પ્રવચન ૯૪ મું
મારામાં આવેલી સમ્યકત્વની વાસના એ દરેકમાં કેમ ન આવે? આ.
જ્યારે વિચાર થાય ત્યારે તે તીર્થંકર નામકર્મ બાંધે. તીર્થંકર નામકર્મ જન્મ જરા મરણ શોકના ચક્રાવાથી બચવામાટે તે પહેલેથી બાંધેલું છે. તેમાંથી છૂટે એ કંઈ ફળ ન ગણાય. અહીં તીર્થકર નામકર્મના ઉદય વખતે જગતના જીવને દુઃખથી છોડાવવા માટે જે બાંધેલું હેય. તે દેવાનું ફળ મેલ કાઢવે એ, પણ સાબુ કાઢ એ દેવાનું ફળ ન ગણાય. તીર્થકર નામકર્મનું ફળ જે કર્મ ગુટે, ક્ષય થાય, તેનું નામ: ફળ કહેવાય નહિ. જગતના ઉદ્ધારની ભાવના વગર તીર્થકર નામકર્મ બંધાય નહિ. હું જગતને ચાર ગતિના ચક્કરથી બચાવનારે થાઊં. બે તત્વ કહેવાથી જ જગત પ્રતિબોધ ન પામે
તીર્થકર નવતર શા માટે પ્રરુપે? તીર્થકર નામક જગતના ઉદ્ધાર માટે બાંધ્યું છે, તે જગતને ઉદ્ધાર બેત કહેવાથી થવાનું નથી. બેથી માત્ર સ્વરૂપને ખ્યાલ આવે, પણ ખ્યાલ આવ્યા છતાં અવનતિમાંથી બચું કેમ? ઉન્નતિએ પહોંચેલા ક્યા જીવ, એ વિગેરે જીવ અજીવ કહેવાથી ખ્યાલ ન આવી શકે. આશ્રવ-બંધ આત્માની અવનતિના રસ્તા, સંવર-નિર્જરા એ બે ઉન્નતિના રસ્તા, મેક્ષ દશા એ આત્માની સ્થિરતાનું સર્ટીફીકેટ, મોક્ષ પામે એટલે અવનતિ કઈ દિવસ થવાની જ નહિ. આત્માની સ્વાભાવિક સ્થિતિનું રજીસ્ટર એક જ જગે પર. મેક્ષના.
સ્થાન સિવાય આત્માની સ્થિતિનું રજીસ્ટર કઈ જગો પર નથી. જીવ પિતાના સ્વરૂપ, અવનતિ, ઉન્નતિના કારણે જાણે અને હંમેશની એક સ્થિતિ રહી શકે એવું સ્થાન જાણી શકે. આટલું જાણવું હોય તેને નવતત્વ જાણ્યા માન્યા સિવાય છૂટકે જ નથી. ગાંડાને સારું હોય તે ખોટું લાગે ને ખોટું ખરૂં લાગે. સારું લાગે તે સારૂં, ખાટું લાગે તે ખોટું, તે ડાહ્યા માટે, ગાંડા માટે નહિં. વસ્તુનું સારા ખરાપણું ગાંડા ઉપર ન રહી શકે. તેવી રીતે આ આત્મા કર્મની કેદથી નીકળી ગયે હેય. થાતિથી રહિત થયે હેય, પછી સારું લાગે તે સારૂં, ખરાબ લાગે તે ખરાબ, પણ ઘાતીના ઘેનમાં સૂતેલા હોય તે વખત સારું લાગે તે સારું, ખોટું લાગે તે ખોટું એમ માનનારે ડાહ્યો નથી.