________________
'આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૪૦૭
અરિહંત દેવને શુદ્ધ સાધુને અને શુદ્ધ ધર્મની પવિત્ર ક્રિયાને આચારનારે થા. અત્યારે જરૂર હળુકર્મી બન્યું જ છે. લઘુકમ થયા સિવાય તીર્થકરની સેવા ગુરૂની સેવા અને ધર્મને સેવવાનો વખત આવતે જ નથી. ભવ્યાભવ્યની સમજુતી.
અણસમજથી અજ્ઞાનતાથી કંઈપણ કારણથી ઊંચકુળમાં જન્મ થએલો હોય તો તે જન્મ પુણ્યાઈ વગર હોતો જ નથી. અજ્ઞાનતાથી બીજી ઈચ્છાથી અને પૌદ્ધગલિક સુખની લાલચથી તીર્થકરને શુદ્ધ ગુરૂને અને અહિંસા લક્ષણ અને વિનય મૂળ સત્ય ધર્મને માનવાને વખત લઘુકમી અને પુણ્યાઈ વગર આવતું નથી. ભવ્ય જીવને અજ્ઞાનતાદિકથી દેવગુરૂની જોગવાઈ મલી હોય તો તે હળુકમ ખરા, પણ અભવ્ય જીવ માટે શું ? અભવ્યપણાને નિર્ણય કરવા માટેનું કામ કેટલું મુકેલ છે. - માત્ર કેવળજ્ઞાની જ અભવ્યપણાને નિશ્ચય કરી શકે છે. ભવ્યને નિર્ણય કરવાનો હક દરેક જીવને છે. ભવ્ય અભવ્યપણાની જેને શંકા થાય તે જરૂર ભવ્ય. આ ઉપરથી તમારા આત્માને ભવ્યપણાનો નિશ્ચય કરવાને હક મલ્યો. મને ક્યારે મેક્ષ મળશે ? મારે માટે મેલ દૂર કેમ ? મોક્ષ નજીક કેમ નહિ ? આવા વિચારો આવે તે તમે તમારા આત્માને ચક્કસ ભવ્ય માની શકશે ખરા. ખુદ તમારા જ આત્માને પણ અભવ્યપણે નિશ્ચય કરવાને હક તમને સે નથી, એટલે એક વખત તમે અભવ્ય છે તે પણ તમારા આત્માથી નિશ્ચય કરવાનો હક તમને નથી. ભવ્યનું ચિન્હ કયું ? જેને મોક્ષની શ્રદ્ધા હોય, જવાનું મન થાય, મોક્ષ મળશે કે નહિ એવી શંકાઓ થાય, હું ભવ્ય કે અભવ્ય છું એ શંસય થાય, તે જરૂર ભવ્ય છે. સર્વ સૂત્રોમાં આપણે જોઈ લઈએ તે પણ અભવ્યપણુંની નિશાની જ નથી. અભવ્યપણું કેવલી ગમ્ય છે.
દેવ, ગુરૂ, ધર્મ ને મેક્ષ ન માને તે અભવ્ય કે અભવ્ય દેવ ગુરૂ ધર્મને ન માને. એ બેમાં વાત ખરી કઈ? દેવ ગુરૂ ધર્મને ન માને તે અભવ્ય એ વાત શાસ્ત્રોમાં નથી. બે વાક્ય સરખા લાગશે પણ તત્ત્વ 'વિચારતાં મહાન અંતર લાગશે. અભવ્ય શુદ્ધ દેવાદિકને ન માને તે ચોક્કસ. એટલે જે અભવ્ય તે શુદ્ધ દેવાદિકને શુદ્ધ દેવાદિક તરીકે ન માને તે વાત ચોક્કસ, પણ શુદ્ધ દેવ ગુરૂ ધર્મને ન માને તે અભવ્ય