________________
૪૧૪
પ્રવચન ૯૫ મું
છે? હાંલ્લી ક્યાં છે અને ચૂલ ક્યાં સળગાવાય છે. ચૂલા હાંલ્લી જુદા પડે છે. હવે હાંલી કયારે પાકવાની? આપણે છના છટકાને પષણ કરવાનું સાધન બનાવીએ છીએ. જિનેશ્વર ગુરૂ અગર ધર્મની ક્રિયાને શાનું સાધન બનાવીએ છીએ. પાંચની પંચાતનું સાધન બનાવીએ છીએ. હાંલ્લી અને અગ્નિ જુદે ચૂલે થયા છે કે નહિં. ધર્મની ક્રિયાઓ અત્યારે કરીએ છીએ. બધું કરીએ છીએ પણ હાંલી ચૂલે છે કે બીજે ચૂલે છે. જે હાંલ્લી ચેલેથી ખસી ન જાય તે તમારા લાકડા ને અગ્નિ શું કામ કરે? વ્યાખ્યાનમાં પચ્ચખાણમાં પૂજામાં દરેક ક્રિયામાં ચુલાની એકસાઈ છે કે નહિ તે ધ્યાનમાં રાખે. રામનું સ્વપ્ન ભરતને ફળે છે. એવી રીતે મેક્ષ માર્ગની નિસર છીએથી ખસીને સંસારનાં ફળમાં ફસાઓ છે. માત્ર નિસરણી ચડી : શક્તા નથી. જાત્રા પૂજા ઓચ્છવ મહોત્સવમાં કર્મક્ષય અને આત્માના ગણોની ઉત્પત્તિ છે. બલકે મોક્ષ સિવાય બીજે સંકલ્પ પણ મનમાં ન આવવું જોઈએ. બીજા પ્રશંસાકરે અગર ન કરે, નિંદા કરો અગર નિંદા ન કરે, તેની દરકાર કરવાની જરૂર નથી. તેની દરકાર કરી કે નિસરણી ચઢ્યા. તમારે ઉત્તમ રીતિએ ભક્િત કરવાની, તે પણ આત્માનું કલ્યાણ કરવા માટે છે. કલ્યાણને દોર શા માટે વચમાંથી કાપે છે. કપાએલી દેરીને પતંગ કેટલે ટાઈમ ઉડશે? એને સંબંધ ત્રુટી જાય . તે દેર અને પતંગ અને જમીનદોસ્ત થાય છે. દેરને સંબંધ રહે તે હવામાં અને અધર ચાલે છે. તેવી રીતે દેવ ગુરૂ ધર્મની આરાધના એ દેર છે, એને તેડી ન નાખો. એની ઉપર કર્મના ક્ષયના અને મોક્ષ પ્રાપ્તિના પરિણામ રૂપ એ પતંગને બરાબર બાંધી રાખે. પિતાની બરબાદી થતી અટકાવવા માટે ભત્રીજા કે ગુલામ પણુ બનવું પડે
પીપળનું પાન જેટલું ચંચળ છે તેના કરતાં મન માંકડું ઘણું ચંચળ છે. માટે તે મન માંકડાને બાંધી દે. માલિકીની કબજાની ચીજ છતાં તેની વ્યવસ્થા કરવાને શક્િતમાન ન હોઈએ તે રિસીવર નીમ જોઈએ. આ આત્માને પણ ભગવાનના વચન રૂપી રિસીવરને સંપી દેશો તે જ મોક્ષની નિસરણી પર ચઢી શકશે. કલયાણ કરવાની ખાતર મન માંકડને જિનેશ્વર શુધ ગુરૂ અને ધર્મ ધ્યાનરૂપી રિસીવરના