Book Title: Agamoddharak Pravachan Shreni 055 to 095
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 435
________________ આગમ દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે ૪૧૫ કબજામાં સેંપી દ્યો. આત્માના કબજાની માલિકીની ચીજ છતાં એ મનને આધીન છે. મનને ચગ્ય રીતિએ વર્તાવી શકીએ તેવી આપણામાં તાકાત નથી, છતાં દેવ ગુરૂ ધર્મના ચરણમાં મન મૂકીએ તે કેઈ કાકે મટીને - ભત્રીજે થવા માંગતું નથી. તેથી દેવ ગુરૂ ધર્મને આધીન થવાની અવસ્થા આજના જુવાનીયાઓને ભત્રીજા સરખી લાગે છે. બરાબર ધ્યાન રાખજે કે–જે પિતાના વડીલોની સ્થિતિની મિલકતની અને પિતાની બરબાદી સમજે તે કાકે ફીટીને ભત્રીજો થઈશ એ હિસાબ ન ગણે. જેને પિતાની ઋદ્ધિ સાહ્યબીની કિંમત હોય તે પિતાની બરબાદી પણ દેખે. તેને બચાવવા માટે ભત્રીજો તો શું ગુલામ થવા પણ તે તૈયાર થાય છે. સ્થાવર જીની પ્રતિજ્ઞા ભલે નથી પણ તેની હિંસામાં પાપ માને છે કે નહિ ? * એક માગ્યા તગ્યાના અનંતમા ભાગમાં ચાલ્યો જઈશ એ વિચાર કેમ આવતું નથી ? શાક લેવા જાય છે તે વખતે લસણની કળી મફત માંગે છે–કળીમાં જીવ અનંતા છે. આપણે જે વખત તેમાં ઉતરીએ તે વખત માગ્યા તથ્થાના અનંતમા ભાગમાં આપણે કે બીજા કેઈ? વિષયના સાધનમાં સીદાઈ રહેલો જે એમને એમ રહીશ તો ચાહે તે ભત્રીજે ગુલામ થવું પડે પણ મારી મિલકત રિસીવરના તાબે કર્યા સિવાય છૂટકે નથી. તમારી પાસે જે મિલકત છે તે મન માંકડાના હાથમાં છે. મન માંકડાને રિસીવરને સેંપી દ્યો. આત્માની ભાવ મિલકતના સદુપયેગાદિકમાં તાકાતવાળા થઈ શકો નહિ ત્યાં સુધી રિસિવરને સેંપી - ઘો. જિનેશ્વર ગુરૂ અને ધર્મક્રિયા એ તમારા મન માંકડાના રિસીવર પણ તમે તેને રિસીવર કહે કયાં સુધી? તમે કહે ત્યાં સુધી. નાશવંત પદાર્થના રિસીવર પાસેથી તમારી પાકી ઉંમર થઈ હોય તે પણ એમને એમ ન લઈ શકે, પણ અરજી કરે ત્યારે મિલકત મળે છે. ભગવાનને રિસીવર સમજેલા હોવાથી પેલા કાળા મહેલમાં રહેલા ચાર શ્રાવકે હજુ ધર્મી ગણાવવા તૈયાર નથી. સાગારી ધર્મ કહેલો છે તે શબ્દ લઈને તમે તમારા પિતાના આત્માને પરાણે ધર્મી કહેવડાવવા માંગે છે. તમારી અને તે ચાર શ્રાવકે, એ બનેની દિશા જુદી છે. પેલા કાળા મહેલના શ્રાવકે શ્રાવકપણાની ઉત્તમ સ્થિતિમાં છતાં પિતાને અધમ ઓળખાવે છે. આપણે ધમ પણાથી ઓળખાવા માગીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438