Book Title: Agamoddharak Pravachan Shreni 055 to 095
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 433
________________ આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે ૪૧૩ શું કરવા જોઈએ? વસ્તુ સ્થિતિ સમજે. અહીંથી એક માણસ અગાશી. જવા નીકલ્યો. અગાશી અહીંથી ૩૬ માઈલ દૂર છે. અગાસીની દવાશિખર દેખ્યા સિવાય તે માણસ ૩૪ માઈલ ગયે. ગામમાં પેસવાને રસ્તો લેતી વખતે તે જાણી જોઈને ધ્વજા સન્મુખ અગર ગામના દરવાજે થઈ અજાણપણે જાય તો તે દહેરે પહોંચી શકે? અઠ્ઠાવીસ માઈલ સુધી જવામાં વિજાના લક્ષ્યની જરૂર ન હતી, પણ છેવટના માઈલમાં દવજાશિખરના લક્ષ્યની જરૂર છે. એ વખત લક્ષ્યમાં ન રાખે અને વિચારે કે ધ્વજા સામીજ છે, તે ફરી ફરીને આટે નીકળી જાય. આત્માને કર્મના પડો લાગેલા છે, તેમાંથી ૬૯ તૂટી ત્યાં સુધી વજાનુંસાધ્યનું લક્ષય હાય નહિ પણ એક કડા કોડ તેડતી વખત મોક્ષ રૂપ દવા સામીજ હેવી જોઈએ. અહીં ૬૯ કડાકોડા તેડો ત્યાં સુધી મોક્ષ આમ કલ્યાણની ધારણા એમાંથી કોઈપણ ન હોય તો વાંધો નહિ, પણ છેલ્લી કડાકોડ ખપાવતી વખત એક જ મોક્ષની ધારણાએ ચાલવું પડશે. આ ઉપરથી આમા અનંતી વખત જિનેશ્વરના દરબારમાં દાખલ થયો, ગુરૂના ચરણ કમલમાં જુફા ધર્મની આરાધના કરી પણ કલ્યાણ પામી શક્ય, નહિ. હાંડલી મેલી બીજે ચૂલે અને લાકડા સળગાવી મૂક્યા બીજે ચૂલે. ચૂલાની ચોકસાઈ કરવામાં ચેતન ચૂ છે. બે ચૂલાએ બમણે બગાડ કર્યો ભાજન છે અનાજ છે અને અગ્નિ પણ સળગાવ્યા છે. અંતે ઘરના તમામ લાકડા સળગી ગયા, ટાઈમ ફોગટ ગયો. કારણ ચૂલો જ બીજે છે. તેવી રીતે અનંતી વખત જિનેશ્વરની સેવા ગુરુની સેવા અને ધર્મનું આચરણ કર્યું પણ બધી કાર્યવાહી બીજા ચૂલા ઉપરની હાંડલી બરોબર છે. ચૂલે લાકડા અગ્નિ બરાબર છે પણ બે ચૂલાએ બમણો બગાડ કર્યો. આ ઉપરથી જિનેશ્વર પાસે આત્મ કલ્યાણની બુદ્ધિ રાખી ન હતી, તેથી કલ્યાણ ન થયું. આપણે આટલી ઊંચી સ્થિતીએ આવ્યા છીએ છતાં ચૂલા કયાં ફરી જાય છે તે સમજે. ભગવાનની ફુલથી કે હીરાથી આંગી કરો તે વખતે આત્મ કલ્યાણની દષ્ટિ રાખવી જોઈએ એને તમે કેવી દષ્ટિ ખસેડી નાખે છે તે મગજમાં લાવે. ચૂલો ફરી જાય છે. હાંલ્લી બીજે મેલાઈ અને આગ બીજે ચૂલે છે. ખાલી ચૂલાની હાંલ્લીમાં અનાજ પાકશે નહિ. સ્તવન શાંતિ સજઝાય વ્યાખ્યાન સ્તુતિ કંઈ પણ બોલીએ, તે વખત સભામાં શું બોલીએ છીએ, કેમ કેવી

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438