________________ સ્વાધ્યાયની સર્વોપરિતા હે ગૌતમ ! સ્વાધ્યાય દયાનમાં વતતા હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારા થાય છે. સ્વાધ્યાય કરનારને ઉqીલેક, અઘોલક, : તિષલેક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલે ક, અને અલેક પ્રત્યક્ષ જ છે. બાર પ્રકારના તને વિષે સમ્યગ્દષ્ટિને સ્વાધ્યાય સામે તપ થયા નથી અને થવાના નથી. એક બે ત્રણ માસક્ષપણ કરે, સંવત્સર સુધી લગાતાર ખાધા વગર રહે, લાગલાગટે તેટલા ઉપવાસ કરે, પરંતુ સ્વાધ્યાય -ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફલ ન પામે. નિર્દોષ આહાર ગ્રહણ કરનાર ત્રણે યાગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતા હોય તો તે એકાગ્ર માનસવાળાને વરસ દિવસ સુધી ઉપવાસ કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કારણ કે એકાગ્રતાથી સ્વાધ્યાય કરનારને અનંત નિર્જરા થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઓ સહિત, સહનશીલ, ઈન્દ્રિયે દમન કરનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર એ મુનિ એકાગ્રચિત્તથી નિલપણે સ્વાધ્યાય કરે, પ્રશસ્ત શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભ ભાવનાવાળા તેને શ્રવણ કરે છે, તેઓ બંને હે ગૌતમ ! તત્કાલ તે આશ્રવ દ્વાર બંધ કરે છે. દુ:ખી એવા એક જીવને પ્રતિબંધ પમાડી મોક્ષ માર્ગ માં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પડો વજાડનાર થાય છે. જે બીજી ધાતુની પ્રધાનતા યુત સુવર્ણ ક્રિયા વગર કંચનભાવ પામતું નથી, તેમ સર્વ જિનપદેશ વગર પ્રતિબંધ પામતા નથી. રાગ-દ્વેષ–માહથી રહિત થઈ શાસ્ત્રના જાણકાર જે ધર્મકથા કરે છે, તે પણ વિશ્રાંતિ લીધા વગર હંમેશાં ધર્મોપદેશ આ પે છે, તેઓ સર્વ પાપથી મુક્ત થાય છે. જે યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વતા કહે તે કડેનારને એકાંત નિર્જરા થાય છે અને સાંભળનારને કદાચ થાય કે ન પણ થાય. હે ગૌતમ ! આ કારણથી જાવજજીવ અભિગ્રહ સહિત ચારે કાલ સ્વાધ્યાય કરો. શ્રીમહાનિશીથવ્રુતસ્કંધ-૩જા અધ્યયનના ગૂજરાનુવાદના આધારે.