________________
-૪૧૦
પ્રવચન ૯૫ મું.
કલ્પવૃક્ષ સર્વ પદગલિક ઈચ્છિતને આપે પણ જૈનશાસન તે પૌગલિક પદાર્થ આહાર, શરીર, ઇદ્રિય તેના વિષ અને તેના સાધનો જે માગે તે આપે અને આત્મિક શધિપણ આપે છે. કલ્પવૃક્ષ એ ન જુવે કે આ બાવળી માગે છે તે તેને કાંટા વાગશે. તે કારણ જોવાનું કામ કલ્પવૃક્ષનું નથી. આ વિષયમાં કલિકાળ સર્વજ્ઞ કૃત પરિશિષ્ટ પર્વમાં રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પાડે શણનું દષ્ટાંત સાંભળીએ. ઈર્ષ્યાલ રિદ્ધિ અને સિદ્ધિ પડોશણે
રિદ્ધિએ દેવતાનું આરાધન કર્યું અને સિદ્ધિએ પણ તેના કહેવાથી દેવતાનું આરાધન કર્યું. દેવતા સંતુષ્ટ થયો. પહેલીએ જે માગ્યું તે કરતાં સિદ્ધિએ બમણું માગ્યું. ફેર આરાધન કરે છે, રિદ્ધિ કહે છે કે સિદ્ધિ કરતાં બમણું મને આપ, એવી રીતે પરસ્પર સ્પર્ધામાં આરાધના ચાલ્યા કર્યું અને બમણું બમણું ચાલ્યા કર્યું. બાઈ જાત ઈર્ષ્યાર હોય છે. જગતમાં ઈષ્ય એ અવળે કાચ છે. ફેટાના કાચમાં સવળે હોય તો અવળે આવે અને અવળે બેઠા હોય તે સવળે આવે. તેવી રીતે ઈર્ષ્યા એ જગતને અવળો કાચ છે. બીજાને માજમાં દેખે તે પોતે દુઃખી, બીજાને દુઃખી દેખે તો પિતે આનંદમાં. વરસાદ. શ્યામ હોય ત્યારે આપણે ઉજળા અને વરસાદ ઉજળો હોય તે આપણે શ્યામ, બીજાના સુખે જ આપણે દુઃખી. એક દેવદત પાસેથી યજ્ઞદત્તે માલ ૩૦ ના ભાવે લીધે. કાલે ૩૧ થયા તે એ કમાઈ ગયે, કાલે મેં આપી દીધો, એક દહાડા બદલે પકડી ન રાખી શકે, એ કમાઈ ગયો. તેની હૃદયમાં બળતરા. એવામાં બીજે દહાડે થયે ર૯નો ભાવ. ત્યારે બંદાએ ૩૦ લઈ લીધા. અંતરાય કર્મ વગર સમજણમાં કેમ બંધાય છે? તે આ અંતરાય બાંધવાના રસ્તા છે. નકામા કર્મ બાંધી આત્માને ભારે કેમ કરાય છે. જે ૨૯ ને ભાવ થયો તે એને અંતરાયનો ઉદય, મારે લાભાંતરાયને ક્ષપશમ, લેવા દેવા વગર કર્મબંધન, ફોગટને અંતરાય બાંધ્યો. આનાજ ફળથી બીજા ભવમાં લાભાંતરાયને ઉદય થાય. જે તે સમજતો હોય કે ચાહે જે ઉદ્યમ કરું પણ જગતનું જે કાર્ય થવાનું છે તો કેવળ કર્મના ઉદય પ્રમાણે થવાનું, એવા નિશ્ચયવાળાને જ આ વાત ધ્યાનમાં આવે. નહીંતર લાભાંતરાય બાંધે. રિદ્ધિ-સિદ્ધિ બનેને બમણું મળે છે. એને બમણું કેમ મલ્યું. રિદ્ધિથી સિદ્ધિ બમણું લઈ શકે છે, પણ એને બમણું મળ્યું કેમ એની.