________________
४०४
પ્રવચન ૯૫ મું
પ્રવચન ૫ મું
સંવત ૧૯૮૮ ભાદરવા સુદી ૧૧ ને શનીવાર ધર્મને લાયક જીવ કયારથી ગણાય?
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ આપતાં જણાવી ગયા કે–આ. સંસારમાં વર્તમાન રાજ્યોમાં જેમ કાયદે છે કે પોતાની કબજાની ચીજ હોય તો પણ તેના સદુપયોગ આદિને ધ્યાનમાં ન લે ત્યાં સુધી તેને વ્યવસ્થા કરવાનો હક મળે નહિં. ધર્મ એ બહારની ચીજ નથી, જિનેશ્વર શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ પણ ધર્મ નથી, તેવી રીતે હિંસાદિકથી નિવૃત્તિ કરવી એ આત્મ સ્વરૂપ ધર્મ નથી. કર્મના ક્ષય ઉપરામ અને ક્ષયપરામથી આત્માની ઊચ્ચ પરિણતિ થાય તેનું નામ ધમ. દેવ ગુરૂ ધર્મ કદી વ્યર્થ સમજવામાં આવે તે તેમ નથી. અનાજ પકાવેલું ખાવાનું છે. લાકડા અગ્નિ તપેલી ખાવામાં આવતી નથી, પણ તે ત્રણ વસ્તુ ન હોય તે ખાવા લાયક અનાજ પરિપક્વ શી રીતે બને ? અગ્નિ -લાકડાં-તપેલી હોય તે ખોરાક ખાવા લાયક બને. તેવી રીતે આત્માને ધર્મ પણ કર્મને ક્ષય, કર્મને ક્ષયોપશમ અને કમને ઉપશમ કરીને પ્રગટ કરવાનો છે. સાક્ષાત્ જિનેશ્વર ભગવંત પણ આત્માને ધર્મ નથી. પૂજ્ય ગુરૂદેવ પણ આત્માનો ધર્મ નથી. જયણાદિક પ્રવૃત્તિ કરીએ એ આત્માને શુદ્ધ ધર્મ નથી. આત્માને શુદ્ધધર્મ કર્મના ક્ષપશમ ઉપશમ કે ક્ષયથી થએલી આત્માની નિર્મળ પરિણતિ. અનાજ ખાવા. લાયક કયારે બને ? જ્યારે લાકડા અગ્નિ અને ભાજન હોય ત્યારે. તેવી રીતે આત્માના કર્મના ક્ષયાદિક ક્યારે થવાના? જ્યારે દેવ ગુરૂ ધર્મનું સાધન મળે ત્યારે. આ ત્રણે સાધન મળવા જ જોઈએ, મલ્યા સિવાય આગળ વધી શકીએ જ નહિ. છવ ધર્મને લાયક જ્યારે ગણાય અને કોણે કર્યો ? અનાદિથી આ જીવ રખડે છે. આટલા કાળ સુધી, ધર્મને લાયક ન બન્ય, અરિહંત, શુદ્ધ ગુરૂ, ઘાદિક સાધનથી જય. ણાઓ અનંતી વખત કરી તે પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેમ ન થઈ?” અત્યારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ છે કે નહિં? કદાચ પ્રાપ્તિ થઈ તે તેનું કારણ શું? પહેલાં જે કર્મ ખપ્યાં તે ફક્ત એગણેતેર કોડાકડી. ખપ્યાં અને અંતઃ કોટાકોટિ સુધી આવ્યા અને પછી વધારે ખપાવવા. માટે આગળ વધ્યા નહિ. ચાહે લજજાથી લાલચથી કેઈપણ કારણોથી