________________
પ્રવચન ૮૭ મુ”
નહિં ? જે કેવળ જ્ઞાનદર્શન વીતરાગપણું નથી, અનંત વીર્ય નથી તો તેને રોકવાવાળા કર્મ આવીને શું કરશે ? પણ કેવળજ્ઞાન છે તે. કેવળ જ્ઞાનાવરણીય આવીને રેકે? વીર્યંતરાય, વિગેરે વિયને રાકશે પણ વીર્ય છે કયાં? કહે કે અભવ્ય મિથ્યાત્વી ને દુર્ભને કેવળજ્ઞાનાવરણીય વિગેરે માનીએ છીએ તેથી નકકી થયું કે તેમને આત્મા કેવળજ્ઞાનાદિમય જ છે.
આ ઉપરથી બીજી વાતને ખૂલાસો અત્રે થઈ જશે. ભરત મહારાજાનું દ્રષ્ટાંત ઘણુંજ પ્રસિદ્ધ છે. પણ તે દ્રષ્ટાંતના ભા અપ્રસિદ્ધ છે. શ્રી ભરતજી આરિસાભવનમાં ગયા. વીંટી વગરની આંગળી દેખી વિચાર થયો કે દુનિયામાં સની સુથાર વિગેરે પારકા ઘરેણાં લાવી શોભા બતાવે છે. મોટા શાહુકાર પણ પહેરીને શોભા બતાવનાર હોય છે. પારકે ઘેરથી લાવીને શેભા બતાવવાની હોય છે. ભરત મહારાજ વિચારે છે. કે હું માલદાર કે દરિદ્રનારાયણ. હું શામાં? કાયા-કન્યા
અરે મારું શરીર શામાં ? મારું શરીર દરિદ્ર, હું પણ દરિદ્ર. પારકું લાવીને શોભાવનારો. જુઓ આ શરીર દરિદ્રનારાયણ, એક વટી નથી, તેમાં આંગળી કેવી ખરાબ લાગવા લાગી. પારકાથી સારી દેખાતી હતી. પંચેન્દ્રિયને શોભાવનાર એકેન્દ્રિય. એ પચેંદ્રિયમાં ધૂળ પડી કે પિતે પારકાથી શોભા દેખાડે છે. હું ચક્રવતિ કહેવાઊં. તે પણ એકેન્દ્રિય બે ઇંદ્રિયના પુદગલને અંગે. મારું સ્વયં શરીર અત્યારે માટી-કચરા જેવું લાગે છે. આટલા કાળ સુધી શોભાવ્યું, તે કોનાથી? પારકાથી શોભાવ્યું. પારકાથી પિતાની શોભા કેળી માળી કાછિયા સિવાય કેઈન ગણે. આખરૂદાર પિતાની શોભા ન ગળે. આ પણ કેળી કુંભાર, કાછીયા ભાઈ. આત્માની પિતાની શોભા નહિં. બીજા પુદગલો આવે ત્યારે શોભે. જાય એટલે હતા એવા ને એવા. વિવાહ ગયો એટલે કાળા કયલા. એવી રીતે આ પણ દરિદ્ર નારાયણ, ઊંટી હતી એટલે ચળકતા હતા, વટી વગર કેવા દેખાય છે. કુંભાર જેવા. પર જ તાગડધીન્ના કરવાના. પારકી શોભા ખસે એટલે કુળની શોભા માલમ પડે, “આ એકેન્દ્રિયનો ઘૂમટો ઓઢયે છે. એમ ભરત વિચારે છે. સ્ત્રી બાયડી જાત તેમ કાયા પણ બાયડી જાત. સ્ત્રી ઘૂમટે ઘાલી પિતાની શોભા ધારણ કરે છે.