________________
૩૨૯
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે લેવા માટે શક્તિમાન નથી. શાસ્ત્રમાં અયોગ્ય કહ્યા છે, તે ચારિત્ર ન લઈ શકે તે માટે અશક્ત. શાસકારે જણાવેલું છે કે-કોઈપણ દીક્ષા લેવા આવે તેને જણાવવું કે આવા નપુંસક વિગેરેને દીક્ષા અમે આપી ન શકીએ. તું નપુંસક તે નથીને ? એવું ન પૂછાય-એમ પૂછે તો પ્રાયશ્ચિત લાગે. સીધું ગીતાર્થને આમજ કહેવું પડે કે–નપુંસક કુંભી વિગેરે આવા આવા દેલવાળાને દીક્ષા દેવી અમારે કલ૫તી નથી. એટલે આપોઆપ નપુંસક હેય તે ખુલ્લો પડે. દીક્ષાથીને પાંચ વાત જણાવવી પડે
દીક્ષાર્થી કહે કે આપે કહ્યું તે હું નથી. પછી પાંચ વસ્તુ જણાવવી. જેને માટે શાસ્ત્રમાં “ો અસિtrળ મૂપિયા ય જોયા માવત મો.” અમારે જે વસ્તુનું કામ પડે તે ગૃહસ્થને ત્યાંથી માગી વાવવી પડે. અમારાથી કંઈ રખાતું નથી. અચિત્ત ભેજન, સચિત્ત વપરાતું નથી અને અચિત્ત જ ખાવું પડે, ભૂમિશગ્યા એટલે પલંગ ખાટલા, ગોદડાપર સુવાય નહિં. જિંદગી સુધી સ્નાન કરાય નહિં અને કેશ વધે તે લેચ કરવો પડે. આ પાંચ વાતે દીક્ષા લેનારને જણાવવી પડે.
જ્યારે કુલાચારે ધર્મ ન હતો ત્યારે તે જાણ બહાર હેય. અત્યારે તમારા બચ્ચાંને આ પાંચ વાત ખ્યાલમાં હોય જ છે. મૂળ -વાતમાં આવે. જે જન્મથી નપુંસક આંધળા લુલા લંગડા હોય, તે ચારિત્ર લેવા તૈયાર થાય, આસક્તિ ન હોય તે તો પણ ચારિત્ર વગર રહેવું પડે એટલે ઈચ્છા થાય તો પણ અશક્તિથી તેમને રહેવું પડે છે. જેઓ અશક્તિવાળા નથી, તેઓએ તો ચારિત્ર લેવું જ જોઈએ. તીર્થકર મહારાજા જનમ્યા ત્યારથી ત્રણ જ્ઞાનવાળા, ચાહે તે ૮૩ લાખ પૂર્વ રહે અને ચાહે તે ત્રીશ વરસ રહે પણ અશક્તિને લીધે રહે છે એમ કહી શકે છે? તીર્થંકરને અશક્ત માનવા તૈયાર છે? દુનિયાદારીની અપેક્ષા એ બધું સહન કરે છે તે ચારિત્રમાં અશક્ત છે એ કઈ રીતે માને ? આસક્તિ અને અશકિત
જે ગૃહસ્થપણામાં રહ્યા છે તેમને પ્રત્યાખ્યાનીને ઉદય છે કે નહિં? જે સમકીતિ હોય તે પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની બનેનો ઉદય હોય. દેશવિરતિવાળને પ્રત્યાખ્યાનાવરણીયનો ઉદય હેય. આ બે વગર