________________
૩૮
પ્રવચન ૪ મું
રહે છે અને પરમ ફળ આત્મા ભોગવે છે. આ ઉપરથી ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે, તે તેની વ્યવસ્થાને હક પિતાને મળે જોઈએ. તે પછી તીર્થંકર પૂર્વધર ગણધર કરે તેમ કરવું એ દખલગીર કયાંથી ઘાલી? જે પોતે પિતાની વસ્તુને ઉપયોગ કરવા માગે તે પોતાની મરજી પ્રમાણે વ્યવસ્થા કરી શકે, તે તીર્થંકરાદિ કહે તેમ કરવું એ વાત અમે કેમ માનીએ? આવું કહેવામાં આવે છેપિતાની માલિકીની કબજાની ચીજ હોય તે તેના સદુપગ અનુપયોગરૂપ ગના પરિણામને ન સમજે ત્યાં સુધી પોતાની માલિકીની ચીજની વ્યવસ્થા કરવાને લાયક નથી. આ શરીર આપણે પેદા કર્યું વધાયું આપણી માલિકીનું કબજાનું છતાં તેના સદુપયોગાદિક ન સમજવામાં આવે તો તેને શરીરની પ્રવૃત્તિ સ્વતંત્ર કરવાની પરવાનગી આપી શકાતી નથી. મૈડહાઉસમાં તેમના શરીરની સ્વતંત્રતા ઝૂંટવી લેવી પડે છે. આપણી મિલકત ઘર દુકાનના માલિક આપણે છતાં પણ જે ઘરો વિગેરેની અવ્યવસ્થા ન રાખો તે મ્યુનિસિપાલિટી તરત નોટીસ દે. કબજાની માલિકી ચીજ છતાં તેના પરિણામે ધ્યાન ન રાખે તેવાને તેની વ્યવસ્થા કરવાનો હક મળતો નથી. તેવી જ રીતે અહીં જેન શાસનમાં આત્મા અથવા ધમે તમારી જ માલિકીની કબજાની ચીજ છતાં તેની વ્યવસ્થા કરવાને હક તમને મળતું નથી. વેશ્યાને પિતાનું જીવન સોંપનાર જેવી આત્માની દશા
જેમ રાજ્યનો માલિક રાજા-પ્રજા કે રાજ્યને નહિ સમજતા માત્ર ઈદ્રિયના વ્યસનને જ સમજે, તે રાજા રાજ્ય ચલાવવાને લાયક નથી. શરીર આપણું કબજાનું છતાં માત્ર માનસિક વિકારેનું ધ્યાન આપવામાં આવે તે તે શરીરની વ્યવસ્થા કરવાને તમે લાયક નથી. આ આત્માનું વિચાર્યું જ નહિં. તે તરફ જોયું જ નહિં. આત્માને સુધારવાને ઉપાય લીધે જ નહિ, તે પિતાની વ્યવસ્થાને બેઈ બેસે એમાં નવાઈ શી? અત્યારે તમે ક્યાં ધ્યાન રાખવાવાળા છે? આહાર શરીર ઈદ્રિય તેના વિષયે તેના સાધને, આ પાંચના પંજામાં અને કીર્તિમાં સપડાએલા છે. જે વેશ્યાને આધીન પિતાનું જીવન કરે તેવાને ગાદીની માલિકી રહી શકે ખરી? તો પછી આ આત્મા પોતાનું જીવન કને આધીન કરીને બેઠા છે? આ પાંચ વેશ્યા જેવા. આબરૂ ધન શરીરને નુકશાન કરે અને આત્માને અનહદ નુકશાન કરે છે. કેઈ પણ