Book Title: Agamoddharak Pravachan Shreni 055 to 095
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 419
________________ આગમ દ્વારક પ્રવચણ શ્રેણ, વિભાગ બીજે ૩૯૯ -સમજુ સમુદાય એવાને રાજ્ય ગાદી સંપતા નથી. જે આત્મા આખી જિંદગીમાં આત્માનું વિચારતે નથી, વિચાર્યા વગર કહી કે મને ફુરસદ નથી. સામાયિક પડિકમણાની પૂજાની મને ફુરસદ નથી. દહાડાના ૨૪ કલાક કયાં જાય છે? જગતના સર્વ જી માટે દહાડો ચોવીસ -લાકનો જ છે. હું પાંચના પંજાની પ્રવૃત્તિ કરતાં પરવારતે નથી. એટલી બધી તેમાં પ્રવૃત્તિ વધેલી છે જેમાં હું પરવારી શકતો નથી. આત્મા એ ઓરમાન મા. પાંચના પંજે સગી મા. પાંચના પંજાની પ્રવૃત્તિ પહેરેને પહેરે વધારતો જાય તેવો લગામ પોતાના હાથમાં માંગે તે તેને લગામ શી રીતે સેંપાય? તેવા માટે રિસીવરની પહેલાં જરૂર છે. મનુષ્યગતિ આયક્ષેત્ર, ઉત્તમકુળ-જાતિ, જિનેશ્વરના ધર્મને સાંભળનારા જાણનારા માનનારા એટલી ઊંચી દશામાં આવ્યા છતાં પાંચના પંજાની, પ્રવૃત્તિ કેટલી બગડતી જાય છે અને આત્માની અસલ હકીકત ઉન્નતિ અવનતિ સમજવાની વાત દૂર રહી જાય છે. ત નવ કેમ કહ્યાં એકલી નવતત્વની શ્રદ્ધા, આશ્રવ સંવરની શ્રદ્ધા દૂર રહે. નવતત્વ કેમ કહેવા પડે છે, જીવ અછવ બેજ તત્વ બસ હતા. આશ્રવ, સંવર, બંધ, નિજેરા, મોક્ષ, પુન્ય, પાપ એ સાતે કેઈ જીવ કે અજીવ સિવાય પદાર્થ નથી. પછી નવની શું કરવા ભાંજગડ કરવી? જે પેટા તવે છે તેને મૂળતત્વમાં કેમ લેવાય ? તો પછી જીવના ૧૪ ને ૫૬૩ ભેદ, અજીવના ૧૪ને પ૬૦ ભેદ એ પણ લ્યો. પેટાભેદને કહેવા હોય તે ૧૦૦૦ કહે અને મૂળ કહે તે બેજ કહે. ૯ અર્થાત્ ૭ તત્ત્વ કહેવા કેઈપણ પ્રકારે વ્યાજબી નથી. જીવ–અજીવમાં બધું આવી ગયું. આશ્રવ કર્મને આવવાનાં દ્વાર એટલે જીવમાં આવનારા માટે જીવમાં આવી ગયા. નિર્જરા કર્મ તોડવાની સ્થિતિ તે જીવમાં છે. મોક્ષ એ જીવનું સ્વરૂપ જ છે. પુન્ય પાપ કર્મના પુદ્ગલે એ અજીવમાં લેવા પડે. બંધ પુદ્ગલોનો ક્ષીરનીર ન્યાયે જીવમાં મળવું. નવેતરમાં ખરેખર મૂળતત્વે બે જ, જીવ ને અજીવ. તે સિવાય ત્રીજુ તરવજ નથી. તેથી ત્રણ રાશિ કહેનારને નિદ્ધવ ઠરાવ્યું. જીવાજીવને નજીવ. ત્રણ રાશિને કહેનારને નિદ્ધવ ઠરાવ્યું તો હું કહેનાર કેવા? મૂળતત્વ બેજ છે અને પિટા ભેદ લેવા હોય તો હજારો છે, તો અનંતા તો કહી ધો. કાંતે બે કહો કાંતે અનંત કહે. નવતત્ત્વની પ્રરૂપણા શા માટે

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438