________________
३९८
પ્રવચન ૯૧ મું છએ કાયને અભયદાન પરિણમે તેનું નામ ભાવપૂજા. જે તીર્થકરની પૂજા એ ત્યાગના પરિણામ આણે નહિ તે તે દ્રવ્યપૂજા કહેવાને લાયકજ નથી. તત્ત્વ એ છે કે સર્વવિરતિ લાવવાને માટે જ ભગવાનની દ્રવ્યપૂજા. ભગવાનની દ્રવ્યપૂજા એને જ કહેવાય કે- જે સર્વ વિરતિ લાવવાને માટે હેય. આ તે તમે ત્યાગની વાત વચમાં કહી દીધી. ભગવાનને પૂજે છો શા માટે ? શું એ રાજા થયા માટે? શું એ પરણ્યા માટે? શા માટે તેમને પૂજે છે? એકજ મુદ્દાથી પૂછ શકે છે. બીજા મતવાળા ભગવાનને બીજા મુદ્દાએ પૂછ પણ શકે છે. બીજા જગતને કર્તા ઈશ્વર માને છે. આટલી બધી સુખ સામગ્રી આપી છે, માટે પૂજ્ય છે. તમારાથી એમ કહી શકાય તેમ નથી. જ્યારે તમે ભગવાનને જગતને ક માનતા નથી, તે ભગવાનને કયા મુદ્દાથી પૂજે છે? એકજ મેક્ષનો માર્ગ પોતે લીધે, તેનું ફળ મેળવ્યું ને મેક્ષ માગ જગતને દેખાડશે, માટે તીર્થંકરની પૂજા. આ સિવાય કંઈ બોલી શકાય તેમ નથી.
સર્વ વિરતિ વગરની ઈચ્છા અને ધારણા વગરના જે છે પૂજા કરે છે, તે પૂજા આત્માના કલ્યાણની અપેક્ષાએ નકામી છે. સર્વથા નકામી નથી, દેવલોકતું, સદગતિનું ફળ ભલે આપે. જે ફળની અપેક્ષાએ ભગવાનનું પૂજન કરાય છે તે ધ્યાનમાં ન હોય તે પૂજા કહેવી શી. રીતે? પૂજા કરતી વખતે સર્વ વિરતિની ધારણા ન હોય તે ભગવાનની પૂજા ભગવાનને બેઈમાની બનાવનાર થાય. ભડકશે નહિં, સાંભળવા પહેલાં ધ્યાનમાં યો. ભગવાનની પૂજામાં સર્વ વિરતિને ઉદ્દેશ ન હોય તો ભગવાન બેઈમાન થાય. અમે ભૂલીએ તેમાં ભગવાનને શો દોષ? સર્વ વિરતિના ઉદ્દેશ વગર પૂજા કોના કદાથી કરે છે? ભગવાનના વચનથી. અચિત્ત આહાર-પાણી હોવા છતાં અનશન કેમ કરાવ્યાં
જે ભગવાન પોતાના પાંચ સાધુઓને પાણીની તૃષાથી બચાવવા માટે ભેગ આપે છે, સાધુને તરસ લાગી છે, છતાં અણુસણ કરાવ્યા, પણ પિલું તળાવનું અચિત્ત પાણી લેવાનું કહ્યું નહિ. કારણ શાસ્ત્રકાર
ફખું જણાવે છે કે-જે તળાવનું પાણી લેવાની આજ્ઞા કરીશ તે પાછળના આચાર્યો તળાવનું પાણી લેવાની પ્રવૃત્તિ કરશે અર્થાત તીથે. કરની કણી એવી ઉત્તમ જોઈએ કે જેમનું અનુકરણ આખું જગત