________________
૩૭૬
પ્રવચન ૯૧ મું
કેને? જે તમારી પાસે બાયડી છેકરા કુટુંબ હાટ હવેલી છે તેને પાસે ગણે છે. ફાસામાંથી છૂટું એ બુદ્ધિથી દાન દ્યો છે. મહારાજ છે છે ને હું પણ ઈચ્છું છું. હું મદદ કરું કે મને ત્યાગ જલદી મળે. આ ચારિત્રનું બહુમાન કરું કે જેથી ચારિત્ર મને મળે અને આ બધાને ત્યાગ કરનારે થાઊં. આવી ત્યાગની બુદ્ધિ મુકેલ, એવામાં વીસમી સદીના સપાટામાં સપડાએલા સુધારકે એવા નીકળે અને બેલે કે સાધુને માનવા શા માટે? આપણા સમાજ અને દેશને ઉદ્ધાર કરે, નાતજાતમાં કામ લાગે, ધંધા રોજગારની ખીલવટ કરે, તેને જ આપણે સાધુ માનવા. તેઓ હજુ ધર્મનું સ્વરૂપ સમજ્યા નથી. દાનને મર્મ પામ્યા નથી.
પ્રશ્ન-દાનથી પુણ્ય થાય તે માટે દાન ખરું કે નહિ?
ઉત્તર-સુપાત્રે દાન એ ધર્મ ગણે છે કે નહિ? જ્યારે ધર્મ ગણે છે, તે મોક્ષનું કારણ ગણે છે કે નહિ? અંતે નિર્જરા અને મોક્ષ માટે આવવું પડશે. તે અહીં આવ્યા વગર છૂટકો નથી. હજુ સુધી નિર્જરાના ઘરમાં નથી આવ્યો. હજુ આત્માને ઉપાધિથી મુક્ત કરવા માંગતે નથી. જે જીવ મોક્ષની બુદ્ધિવાળ ન થયો હોય તે જીવ સુપાત્રના દાનથી પુણ્ય બાંધે છે. જે નિર્જરાનો માર્ગ છે તેને બંધના માર્ગમાં લઈ જવાનું ન કરે. અજ્ઞાનપણામાં નિર્જરાને પુણ્યમાં ફેરવે છે. મુખ્યફળ નિર્જરા અને પુણ્ય એ ગૌણ ફળ. સમકિત ન પામ્યો હોય, સર્વવિરતિના પિષણ માટે આ છે, તે ન સમજતે હેય તેવાને એકલે પુણ્યબંધ થાય. પણ વસ્તુ સ્થિતિ સમજેલા માટે તે એ દુત્યજ ને દુષ્કર છે. બલકે સમકિતી માટે જ આ બધી વ્યાખ્યા છે. આ ઉપરથી જિનેશ્વરની પૂજા આત્મામાં થએલા ધર્મને ટકાવનારી છે, વધાવનારી છે, મૂળ સ્થિતિને ઉત્પન્ન કરનારી છે. ગુરુની પૂજા પણ તેવીજ ફળદાયી છે યાવત્ પરમપદના ફળને આપનારી છે. આ ઉપરથી આત્માની ચીજ જે છે, એની યથાર્થ કિંમત હજુ કરી નથી. એની કિમત પુદગલરૂપ જાણે છે, પાંચનું પિષણ થાય, છમાં રેલમછેલ થાય તેમાં જ સાર્થકપણું સમજે છે. ત્યાગની કિંમત હજુ ગણી નથી. એ જ વાત કાળા મહેલવાસી ચાર શ્રાવકો જણાવી રહ્યા છે. સમ્યકત્વ દેશવિરતિધર્મ કયા રૂપે લીધે અને કયા રૂપે પલ એ અધિકાર અને પ્રભુ ધર્મની આરાધના કેવી દુષ્કર અને દુત્યજ છે. તે અધિકાર અગ્રવર્તમાન,