________________
૩૮૨
પ્રવચન ૯૨ મું
તે કરે, ન કરે તે એનો આત્મા જાણે–એમ ન કહે. મહારાજને શી પંચાત ? આવું કહેનારાએ ધમસાલ્લી એ પદ ઉપર હડતાલ મારવી. નહીંતર આ અધમ શબ્દ (શી પંચાત) નહીં બેલી શકે. અહીં તીર્થકર કેવળીને સાવચેતી રાખવી પડે કે-ઉન્માગે જનારને માર્ગે લાવે. વિતરાગ કેવળજ્ઞાનીએ તેવાને પણ માર્ગમાં લાવવા બંધાએલા છે, તે છો એ સર્વથા વીતરાગ નથી. છઠ્ઠસ્થ-કેવળજ્ઞાની પણ થયા ન હય, જેઓ હજુ રાગવાળા છે, તે બીજાને ઉન્માર્ગથી માર્ગમાં લાવે તેમાં નવાઈ શી? દિક્ષા છેડાવનાર ગણધરની હત્યાનું પાપકર્મ બાંધે
ગણધર ભગવાન કઠિયારાને પૂછે છે કે ભાઈ! તમારે બાહ્ય કારણ છે કે અત્યંતર કારણ? જે બાહા કારણ હોય છે તેનું ઔષધ કરીએ અને અત્યંતર કારણ હોય તે કંઈ ઉપાય નહિં કઠિયારો કહે છે કેમને મહાવ્રત પાલવામાં કોઈ જાતની અડચણ નથી. અડચણ દેખાડી ફક્ત પીળામાં કેટલાક કાળા ચાંડલાવાળા ચિઢાવે છે, તેજ મને અડચણ છે. હું ગોચરી જાઊં છું, ગોચરી આપે છે–જોડે ઠીક છે–એમ કહી મને હસે છે. અને બોલે છે કે હવે ઝાડ નહિં કાપવા પડે, આ ઠીક છે, નિરાંતે ખાવા મળશે વિગેરે માર્મિક શબ્દથી મારૂં હદય વિંધે છે. આપણામાં આ શબ્દો આવે છે કે નહિં. ખાવું પીવું અને કમાવું ન પડે માટે સાધુ થાય છે. આ દુનિયામાં બેકારી કેટલી છે. ભલા–બેકારે કેટલા દીક્ષિત થયા ? તમારા હિસાબે બેકારે આવી જવા જોઈએને? જાનવર બચ્ચાંને બાયડીને છેડવા તૈયાર નથી, તે જેઓ ઋદ્ધિ કુટુંબ બાયડી છોકરા છેડીને સાધુ થાય તેને માટે તમારે કેવી અનુમોદના કરવી જોઈએ. સંસારમાં કંઈ વહ્યું નહિં એટલે સાધુ થયા, એમ કહેનારા રાજગૃહીમાં શ્રદ્ધાહીન કાળા ચાંદલા સરખા કે બીજા કેઈ? આવી રીતે મને લેક કહે છે, એ મારાથી સહન થતું નથી. આપણા આવા શબ્દોથી કઈ ચારિત્રવાળાને ઢીલા પરિણામ થશે તે કહેનારા કઈ ગતિએ જશે? આ હેજના શબ્દથી તમારી દુર્ગતિ, તે ચારિત્ર લેતા રોકે તે તમારી ગતિ કઈ? શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવ્યું કે જે દીક્ષિત થયે હોય અગર થતો હોય તેને બળાત્કારે કે તે એવું કર્મ બાંધે? જેમ એક માણસ ખુલી તલવારે ગણધર મહારાજને કાપી નાંખે, એને જેવાં કર્મ બંધાય તેવાં કર્મ એ દીક્ષિત અગર દીક્ષિત થતો હોય તેને રોકનારે