________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
બુદ્ધિ નથી આવી. અનાદિકાળથી કુંવારી કન્યા પ્રમાણે જ ધર્મમાં આવ્યો. આ ઘર મારું અને એ સામાયિક પારકું, હજુ આવી બુદ્ધિ આવી છે. કુંવારી સાસરેથી બે પિસાનો માલ મેળવે તો સારું માને, જાણે મારે પિયર-ઘેર લઈ જઈશ. અનાદિ કાળમાં રખડતાં અનંતી વખત આવાગમન કર્યું કે અહીંથી મળે ને ત્યાં કામ લાગે. સાસરેથી જે સોપારી મળે તે પણ ત્યાં કામ લાગે. જ્યારે જ્યારે આ જીવે ધર્મ કર્યો ડો કર્યો અગર વધારે કર્યો યાવત્ સાધુપણું કર્યું પણ એ બધું ક્યમાં કુંવારી કન્યાની સોપારી સરખું છે. ધર્મકાર્ય ચાલુ હોય તે કઈ વખત અપૂર્વ લાભ થઇ જાય
- સાસરીયા ક્યા સારા જે પિયર લઈ જવા કંઈ આપે છે. તેવી રીતે આપણે ધર્મ ક્યો સારો ગ ? આ જીવ કુંવારી કન્યા તરીકે અહં આવ્યો ને કોઈ પણ પ્રકારે પાંચનું પોષણ મળે આબરુવાળે ઘઉં એ જ માગ્યા કર્યું. એમાં જ રાજી થયા, એ માટે જ ધર્મ કર્યો. એનું જ નામ મિથ્યાત્વ. કુંવારી કન્યાની મૂર્ખાઈ કઈ ? સાસરેથી લઈ જઉં. પીયરમાં મૂકવું તે મૂરખાઈ. સામાયિકાદિ ધર્મ કરે પણ માલ ઉઠાવી જવો છે ક્યાં? પાંચની પ્રાપ્તિમાં, તમે આટલું સમજનારા છતાં કઈ વખત પૂજા કરતાં આણંદ આવ્યો. દરેક વર્ષે વેપારી માલદાર નથી થતો, કોઈ વખત ભરપ લાભ મળી જાય. સામાયિક પ્રતિક્રમણ પષઘ વિગેરે ધર્મના વેપાર છે. દરેક વરસે ભરપેટે લાભ ન મળે, પણ માલ ભરવાવાળા કઈ દહાડો લાભ લેશે. આપણે રોજ સામાયિક પૂજા પ્રભાવના કરતા હોઈએ તે રોજનું પેઢીનું ખરચ ચલાવે તેવું. ભરપેટે લાભ કોઈક વખત ૨૫, ૧૫ વરસે આવી જાય. તેવી રીતે રોજની પૂજા પ્રભાવનાના કાર્યો પેઢીનો નિભાવ કરનારા, તમારા પરિણામને ટકાવી રાખે પણ એવી રીતે માલ ભરવાવાળો વખત આવે ભરપેટે લાભ લઈ ત્યે. તેવી રીતે જિનેશ્વરની પૂજા રેજ એમને એમ થાય પણ આંગળી અડાડીને ચાલ્યો આવું છું, પણ ભાવ આવતો નથી. પણ દુકાન બંધ કરી બેઠેલો કો લાભ મેળવી ગયા ? તેવી રીતે અહીં જ સામાયિકાદિક કરતાં હોય અને તે સંસ્કાર જમાવી રાખે તો કેઈક વખત જામેલી
૧ આહાર ૨ શરીર. ૩ ઇન્દ્રિયો છે તેના વિષયો છે તેના સાધનો - ૬ આબરૂ.