________________
૩૮૮
પ્રવચન લાગ્યું
કારણ કેણ? જગતમાં વાત ફખી માનવામાં આવી છે કે-બચ્ચાં. કંઈપણ સંસ્કાર લઈને આવ્યા નથી, પણ જેવા સંસ્કારમાં ઉછેર થાય છે, તેવા જ વર્તનને સંસ્કારવાળા થાય છે. સંસ્કાર ને વર્તન સંગ આધીન છે. તેનું પૂર્વનું કર્મ જરૂર કારણ હોય પણ તેના સંજોગોમાં કર્મ એ મુખ્ય ભાગ ભજવે છે. કર્મ એ નિયમિત ચીજ નથી. જે ચીજ મટી શકે નહિ, જેને નાશ થાય નહિ એવી જે કઈ ચીજ હોય તેને સાંભળવી. પશ્ચાતાપ ઉપાયો નકામા ગણાય. પણ જે ચીજ પલટાવી શકાય, ઓછી કરી શકાય, નાશ કરી શકાય તેવી ચીજ બુરા પરિણામને લાવતી હોય તે તેના નાશ ઘટાડા પલટાવવા માટે દરેકે તૈયાર રહેવાની. જરૂર છે. અમે પાપ કરી લીધું હવે પડિકમણું કર્યાં શું વળે? જૂઠ, ચોરી, પર સ્ત્રી ગમનથી, મમતાથી જે પાપ બંધાવાના હતા તે તા. બંધાઈ ગયા. સાંજે ગુરુ પાસે આલેયણ લઈએ તપસ્યા કરીએ એમાં વળ્યું શું? પ્રતિકમણ આયણ પ્રાયશ્ચિત્ત એ રાંડ્યા પછીના ડહાપણ છે. બલ્યા પછી બંબ આવે તે તે શું કામ લાગે? એવી રીતે પાપાચરણ ર્યા, તે આત્મા સાથે બંધાઈ ગયા પછી પ્રાયશ્ચિત્તાદિથી વળવાનું શું ? પણ પાપ શી ચીજ છે? પાપ આત્માને વળગવાવાળી ચીજ છે. વળગેલી ચીજને વળગ્યા પછી પણ ખસેડી શકાય. બળવામાં ખસેડી ન શકાય. પાપ એ કર્મ છે. તે વળગવાવાળી ચીજ છે. પહેલાં તે વળગવા દેવી નાહ. મૂળ પદમાં પડિકમાણું-મૂળ–. અર્થ એ છે કે–પાપને ન કરવું, “ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ પહેલાં નંબરનું પડિકમાણું. અપવાદ પદવાળા
જે માનતા હતા કે પાપ કરશું તે પડિકમણું કરશું, પડિકમણું કરવા માટે અમારે પાપ કરવું જોઈએ. કારણ ગુનો નથી કર્યો તો માફી શાની? માટે મિચ્છામિ દુક્કડં દેએ કયારે બને? અવળ સવળું કરીએ ત્યારે મિચ્છામિ દુક્કડે માટે પાપ કરતા હતા, તેથી મિચ્છામિ દુક્કડં દઈ શકીએ છીએ. તમે મિચ્છામિ દુક્કડં શાને દેશો? નથી છેલ્યા ને નથી કાંઈ વળગાડ્યું, છતાં માફ કરજે, એ બોલનારે કેટલે સાચો? મિચ્છામિ દુક્કડની ટેવ માટે પાપ-કરવું જોઈએ. પાપ ન કરવું તે પણ પડિકમણું જ છે. આ મૂળ પદને અર્થ ન સમજતા આને અર્થ કર્યો કરે છે? ઉત્સર્ગ પક્ષે પાપ ન કરવું તે પડિકમણું.