________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૭૧
દરરોજ કરવા જતાં આત્મા કેરે ધાકેર રહ્યો તેને માટે બળાપ કરે. કારણ કે–પચીસ વરસ પાટી–સ્લેટ રગડીને એકડે પણ શીખ્યા નહિ, એને તમે કેવો ગણો છે ? તે વિચારે! જિંદગી સુધી પૂજા કરી પણ ત્યાગ તરફ બહુમાન થયું નહિ. ત્યાગની બુદ્ધિ થઈ નહિં, તો શું કર્યું? પચીસ વરસ પાટી પકડી પણ એકડો શીખ્યા નહિ. જિનેશ્વરની પૂજા કરતાં પણ ધર્મ તે આત્મામાં છે. મેક્ષ માર્ગની, સર્વ વિરતિની, ત્યાગની બુદ્ધિ એ આત્માની ચીજ, ગુરુની સેવા શા માટે? સેવા તે તમારી ગુરુએ કરવી જોઈએ. કારણ? ગુરુને ખોરાક, પાણી, લુગડાં, મકાન, દવા અને ડોકટર તે તમે આપો છો. ગુરુ તમને શું આપે છે? દાતાર યાચકની સેવા કરે એને અર્થ કેવો? તમે દાતાર અમે યાચક. કહે–તમારા છોકરાને ભણાવવા માટે તમે માસ્તર રાખો. તેના ઘરનું ખર્ચ પૂરૂં કરે પણ ઉપકાર માસ્તરને તમે માનો છે. શાથી? તમે જે કરે છે તેના કરતાં છોકરાને વિદ્યા વધારે આપે છે. તેથી માસ્તરનું સન્માન કરો છો, જે કે પગાર મકાન ખબર અંતર રાખે છે, છતાં માસ્તર ઉપકારી, વિદ્યા આપે માટે. તેવી રીતે ગુરુ પણ આત્માના અખંડ આનંદની વિદ્યા દે છે, માટે તે ઉપગારી જબરદસ્ત છે. શ્રાવકે પિષ્યપષક ભાવથી નહિ પણ આરાધ્ય-આરાધક તરીકે માનેલા છે
પેટલાદ પુરીની પિલાણ પૂરવા માટે આટલી શિક્ષકની કિંમત, તો આત્માને અખંડ આનંદ પ્રાપ્ત કરાવનાર ગુરુની સેવા છે અને જે તેમ ન હોય તે ગુરુએ તમારી સેવા કરવી જોઈએ. કેટલાકે સાત ક્ષેત્રને માટે પિષ્ય પિષક ભાવમાં ગયા છે અને વળી કહે છે કે-શ્રાવકનું પોષણ કરો તે બધા ક્ષેત્રનું પોષણ થઈ જાય. કયાં આરધ્ય–આધક ભાવ અને વળી ક્યાં પિષ્ય પોષક ભાવ? સાત ક્ષેત્ર પિષ્ય છે કે આરાધ્ય છે, તે તે સમજે. જૈન ધર્મમાં સાત ક્ષેત્ર આરાધ્ય ગણવામાં આવ્યાં છે. શાથી? સાત ક્ષેત્ર પિષ્ય કે પિષક ભાવે જૈન શાસનમાં માન્યા નથી, પણ આરાધ્ય–આરાધકની અપેક્ષાએ તે માન્યા છે. જે પિષ્યની અપેક્ષાએ હેર તે તીર્થ કરે સાધુને, સાધુએ શ્રાવકને નમસ્કાર કરે જ જોઈએ. તીર્થકરને પોષનાર સાધુ, એકલા મહાવીર હોય ને એકે સાધુ ન થયે હોય તે તીર્થકરપણું ક્યાં હતું ? સાધુ થવા ઉપર તીર્થંકરપણું હતું. ભલા સાધુ શ્રાવકો ઉપર, તીર્થંકરે પણ શ્રાવક ઉપર. ભગવાન ઋષભ