________________
૩૭૦
પ્રવચન ૯૧ મું
પાણીના સંઘટ્ટા વગરની ચીજ મળશે પણ વાયુના સંઘટ્ટન–વગરની એકપણ વસ્તુ નહિ મળે અને તેથી જ પ્રભુ શાસનમાં શ્રુતજ્ઞાનની બલિહારી છે
આપણે પૂજા કરીએ છીએ, તે એક જ મુદ્દાથી. એમના ત્યાગના બહુમાનથી, બલકે આપણને ત્યાગના સંસ્કાર જામે. છકાયના અભયદાન કરનારા બની શકીએ. તીર્થંકરની પૂજાની સફળતા ભવિષ્યમાં સર્વથા અભયદાન દેવાવાળા બનીએ તેનેજ અંગે છે. તીર્થકરની દ્રવ્યપૂજા કેને ગણાય? જે સર્વવિરતિની અભિલાષાએ, છકાયની દયા માટે સર્વ ત્યાગની બુદ્ધિએ, તીર્થકરને પૂજનારા છે, તેની દ્રવ્યપૂજા તે ખરેખર દ્રવ્યપૂજા. અપ્રધાન-કહેવા પૂરતી દ્રવ્યપૂજા
ત્યારે શું બાકીના કરે તે દ્રવ્યપૂજા નહિ? તે કહેવાની દ્રવ્યપૂજા. શાસ્ત્રકાર કહે છે કે–જેમને સર્વ ત્યાગની છકાયને અભયદાન દેવાની બુદ્ધિ ન હોય તેને પણ દ્રવ્યપૂજા તે ખરી, પણ તે ભાવ પૂજા કારણરૂપ : દ્રવ્યપૂજા નહિ, અપ્રધાન દ્રવ્ય પૂજા–એટલે કહેવાતી પૂજા દષ્ટાંત તરીકે-જેમ શ્રીહરિભદ્રસૂરિજીએ ફખા શબ્દોમાં જણાવ્યું છે કે–અંગાર મર્દક આચાર્ય અભવ્ય હતા, તે આચાર્ય કહેવાયા હતા પણ તે દ્રવ્ય આચાર્ય, એટલે ભાવાચાર્યનું કારણ નહિ, પણ દ્રવ્ય આચાર્ય કહેવા ગ્ય. આથી એ ભાવ વગરની ખરી દ્રવ્યપૂજા નહિ. સર્વ વિરતિની અભિલાષા, ત્યાગની બુદ્ધિ, છકાયના અભયદાનની પરિણતિવાળાને દ્રવ્યપૂજા છે. આ સાંભળી કરવાનું શું ? આપણને તે સર્વ વિરતિ આદિકની પરિણતિ નથી, તે માટે આપણે પૂજા ન કરવી, એમ કહેનાર ક્યા મુદ્દાએ લઈ જાય છે? માટે અવળચંડી રાંડ માફક પૂજા બંધ ન કરશે. નામની પણ અપ્રધાન-દ્રવ્ય પૂજા કોઈ વખત ફાયદો કરનારી છે. પચીશ વરસ સ્લેટ રગડીને એકડો પણ ન આવડે, તે કેવો?
અપ્રધાન પૂજા પગલિક ફાયદો કરનાર છે, પણ દ્રવ્યપૂજા કરતાં કરતાં પણ આ પરિણતિ લાવવાની જરૂર છે. જે દ્રવ્ય પૂજા સાચી કરવા માગતો હોય, તેમણે ધ્યાન રાખવું કે-તે તે પ્રભુના ત્યાગની પૂજા છે. મોક્ષનો માર્ગ દેખાડયે, સમ્યકત્વ મેળવી દીધું, માટે તેમની પૂજા છે. તેમના ગુણો આપણને મળે માટે પૂજા કરીએ છીએ. જિનેશ્વરની પૂજા