________________
૩૩૦
પ્રવચન ૮૭ મું"
ગૃહસ્થપણામાં કઈ દિવસ રહેતું જ નથી. બને ચેકડીના ઉદયથી સમકીતિ ગૃહસ્થપણામાં રહ્યો હોય. જે આ વાત કબૂલ થશે તો. પ્રત્યાખ્યાનનો ઉદય જીવને આસક્તિ કરાવશે કે નહિ? જે આસક્તિ ન કરાવે તે કર્મની તાકાતજ નથી. દુનિયાના વિષયોમાં કુટુંબમાં મમત્વભાવ થાય છે. તે પણ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનને જ ઉદય છે અને તેથી તેમાં આસક્તિ છે. અશક્તિ અને આસક્તિ કોને હોય? લૂલા લંગડા આંધળાદિ બધા અશક્ત હોય પણ જેઓ તાકાતવાળા પણ વિષયે કુટુંબ વિગેરે હોય તે છેડી નથી શકતા તેથી તેમને આસક્તિ જ છે. જે આ આસક્તિ છૂટી જાય તે અશકિત જેવી ચીજ તેમને છે જ નહિ. મમત્વભાવ છૂટી જાય અને આંધળો અગર બહેરે ન હોય તો તેને અશક્તિને વાંધો છે જ નહિ. જેઓ કુટુંબના મમત્વમાં વિષયમાં. પૈસાની મમતામાં રહેલા છે તે તેને આસક્તિ છે. અને તેથી જ ચારિત્ર, નથી લઈ શકતા. તેને જ ગૃહસ્થ ધર્મ ગણાય. જેઓ આ ઝેર છે; છોડવાલાયક છે પણ જેમ રોગી કુપચ્ય સમજે છતાં પણ કુપથ્યમાં ઘૂમે, તેમ આરંભાદિકને કુપચ્ય સમજે છતાં પણ આસકિતથી ઝેર સમાન કુપથ્થરૂપ આરંભાદિકમાં પડે છે. હે ભગવાન હું ચારિત્ર લેવા ઈચ્છું છું, પણ આરંભ પરિગ્રહમાં આસકૃત હવાથી ચારિત્ર નથી લઈ શકતે, એમ કુણાદિક ભગવાનને કહે છે, આસકિતને ઝેર ગણે, ત્યાગને ઉત્તમ ગણે તેજ સાગાર શ્રાવક ધર્મ. સાધુપણું એ આત્મસ્વભાવ
જેઓ ત્યાગની જરૂર ન માનતા હોય તેમને સાગાર શ્રાવક ધર્મ ભગવાને કહ્યો નથી. માટે પાધડી કંપનીમાંથી પલાયન કરવું તે દરેકને જરૂરી. તે આ પાઘડીમાંથી પલાયન કોણે કરવું? અહીં ભરત કેવળજ્ઞાની થયા છે. આ પાઘડીમાં ગૃહસ્થપણામાં લાગતા પાપથી ભાગી જવા માટે તૈયારી કરે છે. કોઈ કેવળીને બીજે ભવ કરવાનો નથી તેમને શા માટે ચારિત્ર લેવું પડયું? કેવળી થઈ જાય તેણે પણ પાઘડી કંપનીમાંથી રાજીનામું આપ્યા વગર છૂટકો નથી. તે પછી જેમને કેવળજ્ઞાન ન. થયું હોય તેમની વલે શી? આ વાત એક બાજુ રાખીએ. ભરતને કેવળ થઈ ગયું હતું. તેમને કર્મને હલ્લો આવવાને ન હતું, તો તેમને રાજીનામું આપવાનું કામ શું હતું? ભરત શુદ્ધ આત્મ સ્વરૂપવાળા, એ. તો ખુલ્લા માથાની કંપનીમાં આવ્યા હતા પણ શું ને એ રહ્યા હતે તે.