________________
કર
પ્રવચન ૮૮ મું પ્રશ્ન-સમ્યકત્વના ધણી શ્રેણિક આવું માનતા હતા તેની ખાત્રી શી?
ઉત્તર–તે ધર્મને હિત ગણતા હતા ને દુનિયાને ઉપાધિ ગણતા. હતા. વીંછીની વેદનાથી કરડો હોય તે રાડ પડે, પણ વેદના જવી. તેના હાથમાં નથી. તેવી રીતે અવિરતિને વીંછીની વેદના સરખી ગણે. પણ તે અવિરતિ જવી તે તેના હાથમાં નથી.
પ્રશ્ન–જાણે તે નકારશી સરખી કેમ ન કરે? ઉત્તર—નકારશી ન કરે પણ કારશીને સારી જાણી છે કે નહિં?” પ્રશ્ન–તે ન કરે તેમાં કંઈ કારણ હશે કે નહિ ?
ઉત્તર–શ્રેણિકને વિરતિ પ્રત્યેનો રાગ સમજે. દીક્ષાએ શ્રેણિકનું નખેદ કાઢયું. એકજ દીક્ષાથી શ્રેણિકનું રાજ્ય ગયું. અભયની દીક્ષાથી કેદમાં પડવું પડયું. સો સે કેયડા સાંજ સવાર ખાવા પડયા, ઝેર ચૂસીને મરવું પડયું, એ અભયની દીક્ષા માટે. છતાં એક રૂંવાડે પણ એમ ન થયું કે-મહાવીરે અભયને દીક્ષા આપીને મારું નખેદ કાવ્યું. મારા સરખા ભગતને ઘેર મહાવીરે ધાડ પાડી, મારી આવી દશાની. દયા પણ ન આવી–એવું શ્રેણિકે વિચાર્યું પણ નહિ. રાજ્યના ભાગે કેદના ભેગે કેયડના ભેગે મરણના ભેગે પણ દીક્ષા સારી ગણી. વિચારીશું તે માલમ પડશે કે ધર્મિષ્ઠ છે કઈ લેગ્યામાં હોય? એમ સમ્યક્ત્વ પામ્યા તે વખત ચારેગતિ બંધીખાનું લાગ્યું. આ જગે પર ચારે ગતિ કેદખાના તરીકે નથી લાગી, તે બહાર જશે એટલે ચારે ગતિ કેદખાનું કયાંથી લાવશો? નરક તિર્યંચ ગતિ એકલી નહિં, મનુષ્ય અને દેવગતિ. પણ કેદખાનું જ છે. કાળામહેલમાં રહેલા શ્રાવકેની સમ્યક્ત્વની પરિણતિ
ચારે ગતિ કેદખાનું છે એવું ચાર શ્રાવકે કહે છે. ગુરૂદેવ પાસે ધર્મ દેશના સાંભળતી વખતે ચાર ગતિને કેદખાનું ગણું છું પણ ઉપાશ્રય બહાર આવું ત્યારે સંસારને મહેલાત માણું છું. કહેવું પડશે. કે–સમકિતીને આમ ગણવું ન જોઈએ. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિકતા, આ પાંચ સમ્યક્ત્વના લક્ષણે છે. તેમાં કેઈથી બેમત કહેવાય નહિ. નિર્વેદ કર્યો? ચારે ગતિને કેદ ગણે તેજ નિર્વેદ. આ. મનુષ્યગતિમાં બાયડી છોકરામાં, ધન માલમાં કેદખાનાની બુદ્ધિ થઈ? માથું ફોડીને શીર ખાવાને છે. બધુ મહેત કરી મેળવાનું છે. તેમાં