________________
૪
પ્રવચન ૯૦મું પ્રથમ સમ્યક્ત્વ પામતી વખતની નિજ સાધુ કરતાં અધિક હોય
ધમની કિંમત કરતાં પણ શીખ્યો નથી. તીર્થંકરની પૂજા એ મોક્ષનું બીજ છે. પૂજા કરતાં કાઉસ્સગ કરતાં મેક્ષના લાભ માટે માન્ય હોય તે એક દહાડે પણ અંતરાય કેમ સહન થાય? માટે પહેલાં ધર્મની કિંમત વિચારો. એ ચાર શ્રાવકે કાળા મહેલમાં પેસે છે. ધર્મની કિંમત સમજતા હોવાથી તેને એક પણ વ્રતનું દૂષણ કાળજું કાપી નાખતું હતું. એ ચાર શ્રાવકે કાળા બંગલામાં કેમ ગયા? કારણકે તેઓ ધર્મની એાછાશમાં નુકશાન સમજતા હતા. જેઓ કર્મ– ગ્રંથ જાણનારા હોય અગર શાસ્ત્રને યથાર્થ સાંભળનારા હશે, તે જાણતા હશે કે સમ્યક્ત્વ પામતી વખત કર્મ અપાવવામાં એ શુરવીર હોય છે કે-જે શૂરવીરતા સાધુપણામાં નથી. સમ્યકત્વ ધર્મ પામનારામાં જે - શૂરાતન હોય તે અને તે જે કર્મો ખપાવે તેટલા કર્મોનું ખપાવવું તે
છટ્ઠા ગુણઠાણે રહેલ સાધુમાં પણ નથી. સમ્યગષ્ટિ જે નિર્જરા કરે તે કરતાં દેશ વિરતિવાળો અસંખ્યાતગુણ નિર્જરા કરે, તેના કરતાં સર્વ વિરતિવાળો, તેના કરતાં સમ્યક્ત્વ પામતી વખત અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. સમ્યકત્વ પામવાના ટાઈમે? પહેલ વહેલે ધર્મ પામતી વખતે એટલી બધી શૂરવીરતા હોય છે કે જેથી શ્રાવકે કહે છે કે અમે મોભે ચડીને નીચે ઉતર્યા. આટલા ઊંચે ચડયા હતા. અમારી પ્રથમની નિરાને સાધુ પણ ન પહોંચે એવી નિર્જરામાં અમે ચડેલા હતાં. અરરર! મોભે ચડીને અમે નીચે ઉતર્યા છીએ. ધર્મ પામ્યા તે વખત અમારી સ્થિતિ ચેથા પાંચમાં અને છડ઼ા ગુણઠાણ કરતાં અસંખ્યાત ગુણી ચઢીયાતી હતી. પહેલાં તે ખરેખર ઉત્કૃષ્ટ વિચાર હતા, ત્યાગમય જૈનશાસન અર્થ પરમાર્થ તે સિવાયનું બધું જુલમગાર એ વિચાર હતો. તે અત્યારે ટકતું નથી. તે વખત વિજળીના ઝબકારાની માફક સુંદર પરિણતિ આવી ગઈ હતી. તેનું અત્યારે સાખ પણ નથી. તે વખત સર્વવિરતિમાં લીન થયે હતું, તેની જગો પર હું એની ઝાંખી પણ કરી નથી શકતો. આ કીડ મુદ્રાલેખ જે તે વખત અંતઃકરણમાં વસી ગઈ હતી, તે જૂની જર્જરીત થઈ ગઈ છે. રીપેર કામ થતું નથી. તે વખત ચારે ગતિને બંદીખાનું ગણતે હતે. વ્રત લેતી વખતે અમારી કઈ સ્થિતિ હતી, અત્યારે તે પરિણામ નથી, તેથી પિતાનું અધમપણું