________________
કથ
પ્રવચન ૯૦ મું
માખણ કહેવાનું ક્યાંથી લાવ્યો? એવી રીતે અહ ધર્મ ચીજ શી છે? એ બતાવી–આત્માના પરિણામની શુદ્ધિ. આત્માને થતે કર્મ ક્ષય ઉપશમ તેને અંગે પ્રયત્ન. આત્માની પરિણતિ તે ધર્મ. આથી સાધના સામગ્રી ખસી ગઈ તે કયાંથી લા? ધર્મનું મુખ્ય સ્વરૂપ આત્માની શુદ્ધિ. ધર્મ એ આત્માની માલિકીની-કબજાની ચીજ છતાં તેને વધવાના તેની રક્ષાના ટકાવવાના તેને બહાર આવવાના સાધનની જરૂર પડે, તેમાં કંઈ નવાઈ નથી. આત્મા પોતે જ પોતાનામાં ધર્મ ઉત્પન્ન કરે, વધારે, ટકા અને ઊંચું ફળ એ પણ આત્મામાં જ રહે છે. પોતાની માલિકીની કબજાની ચીજ છતાં તેની કિંમત સદુપયેગાદિક ન સમજે તે તેની વ્યવસ્થા કરવાને હક મળે નહિં. તેવી રીતે ધર્મ એ આત્માની ચીજ છતાં તેની વ્યવસ્થા કરવાનો હક હજુ આપણને મળતું નથી. હક કયારે મળે? કિંમત જાણીએ ત્યારે. ધૂળ-રેતી જેટલી પણ ધર્મની કિંમત ગણું નથી
આપણે ધર્મને કેટલે કિંમતી ગણે છે? પતાસા જેટલે, શાક જેટલે, દુધની પળી જેટલે. ખરું કહીએ તો ધૂળ જેટલા પણ નહિં. આ તો માનવામાં નથી આવતું. વિચાર ! ઘેરે એક ઘીની લોટી ઢળાઈ જાય તે વખત અસર કાળજામાં કેટલી થાય છે, તેમજ તમારે વેપારીને, ત્યાં કાળી રેતને કઈ ફેંકી દે તે મન પર અસર કેટલી થાય છે? અહીં અસર કેટલી થઈ? ત્યાં નુકશાન થયું સમજાયું છે, એ નુકશાનની વખત જે અસર થાય છે તેને ફોટો લઈ લે. ફેટે લેવો હોય તે તે . જે વખતે તેલ ઘી, દૂધ ઢોળાય તે વખતે અસર થએલો ચહેરો અને સામાયિકમાં બેઠા, તે વખત વગર પૂજાએ બેઠા તે વખતને ચહેરે. બને ફોટાને મેળવે. રોજ ગાથા કરતા હે ને એક દહાડો ગાથા ન થઈ હોય અને એક દહાડે દુકાને ન જવાયું હોય. એક દહાડો વ્યાખ્યાને ન જવાયું હોય અને કોઈ પૂછે તે તેના ફોટોગ્રાફના ચહેરા મેલ. મને લાગણી કેટલી થઈને કેટલી ન થઈ તે ઉપરથી ધર્મ તરફ કેવી કિંમત ગણી છે તે તમને માલમ પડશે. તમે બોલવામાં બહાદૂર છે. તમારૂં તમને દેખાડવા માંગું છું, કારણ તમે કરવામાં કાયર છે.
૧ જૂના કાળમાં કાળી શાહીથી ચોપડા લખતા ત્યારે શાહી ઉપર કાળી. રેતી છાંટતા હતા.