________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૬૫ જણાવે છે. તમે ધમપણું બતાવવા જશો તે ફેટાના કાચની માફક તમને લોકો અધમી ગણશે અને જે અધર્મ ગણુને અધર્મી ગણાવશો. તે લોકો તમને ધમ માનશે. જગત ફોટાના કાચ જેવું અવળું છે. માટે ચાર શ્રાવકે કેવી રીતે પિતાનું અધર્મીપણું કહ્યું તે અધિકાર: અગ્રવર્તમાન.
પ્રવચન ૯૧ મું
શ્રાવણ વદી ૮ બુધવાર શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે. આત્માની માલિકીનો ધર્મ તે કઈ બહારની ચીજ નથી. તીર્થ પૂજા.. પ્રભાવના, સામાયિક, ગુરુની ભક્તિ કરીએ તે બધું બાહ્ય અનુષ્ઠાન છે. તેમાંથી મેળવવાનું શું ? આત્માની નિર્મળતા. જે તે ન મેળવી શક્યા તે બરાબર ગંગા નદી ઉપર ગયા ને કંઠ સૂકાતે મર્યો નહિં. ગંગામાં નિર્મલ ઠંડુ મીઠું અખૂટ અને પીવા ગ્ય પાણી છે, છતાં પીધું નહિ, તે કંઠ સૂકા મટે નહિં. તેવી રીતે દેવ ગુરુની સેવા, સામાયિકાદિક ચીને આત્માના સંસ્કાર ઉભા કરવા માટે છે. જે પાટી સ્લેટ ઉપર ધૂળ નાખી ભણે છે, પછી આખી જિંદગી સુધી પાટી રાખવી પડતી નથી. ભણતરથી થએલું જ્ઞાન આગળ કામ કરે છે. પહેલ વહેલા આંક શીખો છે ત્યારે ૨ ૪૩= ૬ એમ નહિ પણ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ગણે છેતે પછી ૪. ૫. ૬. એમ કોણ ગણે છે, શુ એ નકામું ન હતું, નાહ અને છે પણ નહિં, જિનેશ્વર મહારાજનું પૂજન ગુરુનું પૂજન, ધાર્મિકેનું પૂજન બધું પાટીલેખણ લેટ–પેન સમજવી, પણ તેથી તૈયાર કરવાનું શું? એકલા પાટી લેખણને પકડી રાખે, જે આંકને ન પકડે, તેને કે ગણ? આ જિનેશ્વરની પૂજા અને ગુરુની સેવા કરે પણ પોતાના આત્માને સુધારે નહિં. રોજ પૂજા, સામાયિક, પડિકમણું, પ્રભાવના કરું છું પણ આ બધું શા માટે? આ નકામું કહે તે નથી. પણ શા માટે કરે છે? પાણી વલવવામાં અને દહીં વલોવવામાં ફરક કેટલો ? રવઈ ગોળ બને જગોએ છે. દહીંમાંથી માખણ નિકળે છે ને પાણી ભરેલો ગોળ વલ તો તેમાંથી કંઈ ન નીકળે. જિનેશ્વરની પૂજાથી આત્મા ન સુધર્યો તે પાણી વાવવા જેવું થયું.