________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૪૭
બદામ ઘસાય તે સરક સરક ઉતરતી જાય પણ વચનના ઘસારાથી આ, જીવના કર્મમાં વાસ્તવિક ઘસારો થતો નથી. આ જીવ એવો ભાન ભૂલેલો છે કે–પગને ઠેસ વાગી, છોડું ઉતર્યું, જ્યાં સુધી ન રુઝાય ત્યાં. સુધી લુગડાંને પણ અડવા ન દ્યો. કેટલી સાવચેતી? સાવચેતી કયાં સુધી ? ચામડી ન આવી ત્યાં સુધી. ચામડી આવી એટલે પછી–નીચે દેખે એનું નખ્ખોદ જાય. તેવી રીતે અહીં ધર્મ સ્થાનકમાં દેરાસરમાં હાઈ એ તે વખતે પાપસ્થાનકનો ડર લાગે છે, પણ બહાર નીકળ્યા એટલે હતા ત્યાં ને ત્યાં. શાસ્ત્રકારો દહેરા ઉપાશ્રયમાં પેસતાં નિસીહિ કહેવાનું કહે છે, પણ તમે ઉપાશ્રયમાંથી નીકળતાં નિસીહિ બોલવાનું રાખ્યું છે? ગરદન નીચી કયારે થઈ ? દહેરામાંથી નીકળતા તમને “આવસ્યહી” બોલવાને હક નથી. આવસહી એટલે ફરી આવવાનું એ અર્થ નથી. દહેરા ઉપાશ્રયમાં ધાર્મિક કાર્યો સિવાય-હું ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. એનું નામ નિસીહિ, પણ નીકળતી વખતે તમને આવરૂહિ કહેવાને હક નથી. ફેર આવીશ તે તેને અર્થ નથી, પણ આવસ્યહિને અર્થ જરૂરી કામે જાઊં છું.” હવે શાસ્ત્રની આજ્ઞા મુજબ જરૂરી કામ કોને કહેવાય ? તમે આરંભ પરિગ્રહના કચરામાં ખુંચેલા, વિષય કષાયમાં ખુંચેલા તેઓ તામારા કામને આવશ્યક ગણ્યા જ નથી. સાધુ સાધવી અને પૌષધમાં દર્શન કરવાવાળા કે જેને દર્શન પછી સ્વાધ્યાયાદિક કરવાનું છે, એવાને જે જવાનું તેમને “આવસહી” કહેવું પડે. બીજાએથી ન બેલાય. પરિગ્રહ મૈથુનને પાપસ્થાનક માને છે, બેલે છે, મિચ્છામિદુક્કડં દે છે, પણ બધું ઉપાશ્રયમાં. ઠેસ વાગી તેના જેવું, પણ દહેરા ઉપાશ્રયમાંથી નીકળ્યા પછી મૈથુન પરિગ્રહ હિંસા ને પાપ માનીએ તે આપણું જાણે નખોદ જાય. જો તું એને પાપ તરીકે, ખરેખર માન હોય તે કયારે ઉદાસીન થયે? પરિગ્રહને પાપ ગણે છે, તે પાપ વળગ્યું ગણે છે કે નહિં. છેડી શકે કે ન શકે તે વાત જુદી રાખો. સરકારનો દંડ ભરતી વખત દેઢ હાથ કેઈ કુદ્યો ? ત્યારે સરકારી દંડ સાંભળી વાંકા રહીને ભારે પડે છે. તે દંડ વખત ગરદન નીચી થાય છે. અહી પરિગ્રહ આવે તે છેડી શક્તો નથી પણ ગરદન નીચી કયારે થઈ?