________________
પ્રવચન ૮૮ શું
તમે હિત કર્યું માન્યું?
આ ઉપરથી તમે તમારા બચ્ચાને પાંચના અને છના અંકમાં ભૂલ કહેતાં સાંભળે, તે વખતે કેટલા ઊંચા નીચા થાવ છો? એવી રીતે આસવને સંવર અને સંવરને આસ્રવ ગણે તે ઊંચાનીચા થયા? વિચારે! તમે છોકરાને કમાવાનું શીખવો છે, એટલે હિત કરું છું કહે છે. આ બધી બાબતને હિત કઈ દષ્ટિએ માન્યું હિત કયું? એ માને છે કે નહિં? ધર્મનું હિત માત્ર ઉપાશ્રયમાં કહેવાનું? કર્મબંધથી બચવાનું એ હિત દેહેરામાં બોલવાનું, વસ્તુતઃ હિત અંતરમાં વસેલું નથી. આસવ બંધ અને પાપના કાર્ય તે અહિત. પુણ્ય સંવર અને નિરા એજ હિત અને એ હિત વસ્યું હોય તો છોકરાને કર્યો રસ્તે જોડે ? અંદર આત્મહિત હજુ વસ્યું નથી. મેઢે બોલાય છે, વાતે કરાય છે. અંદર જે હિત પહેલું વસ્યું છે તેમાં લગીર નુકશાન થાય તે છાતી કૂટાય છે. આમાં વાંકું મેં કરીને બેસાય છે. પેલી પાંચના પંજાની જાળને જાળ નથી માની. સંસાર દાવાનળ કેદખાનું એ ભીંતની અંદર બોલવાનું છે. વાસ્તવિક કાળજામાં કેતરાયું નથી. નહિંતર તેમાં લીન કેમ થવાય? સૂર્યને તડકો સામે પડે અને લાલ પડદો નાખીએ, તો આખા મકાનમાં લાલાશ પડે. આ લાલાશ કૃત્રિમ છે. પડદો કે તડકે ખસી ગયો એટલે હતું એવું ને એવું જ. તેવી રીતે દહેરા ઉપાશ્રયમાં માત્ર ધર્મની છાયા પડે. આત્મામાં ધર્મ હજુ વચ્ચે નથી. માત્ર આભા પડી હતી, રંગ નથી લાગે. જ્યાં બધું ખસી ગયું એટલે હતા એના એજ. , સમ્યકત્વ ચોવીસે કલાક ચાલુ હેય
શાસ્ત્રકાર સમ્યક્ત્વ દહેરા ઉપાશ્રયનું કહેતા નથી, પણ ચોવીશે કલાકનું સમ્યફત્ર કહે છે. શા ઉપરથી ? ‘સમંત્રિી નીવો વિમા વષs
વંધણ આ ધર્મ એ ઉપાશ્રયની કે દહેરાની મુનિ પાસે રજીષ્ટર થએલી ચીજ નથી. એ ચીજ આત્મામાં રાખવાની છે. આત્મામાં રજીસ્ટર કરવાની છે. આ વાત સમજવા માટે જણાવ્યું કે–સમકિત દષ્ટિ જીવ વૈમાનિક સિવાય આયુષ્ય બાંધે નહિં. શું સમકિતી વીશે કલાક દેહેરામાં ઉપાશ્રયમાં કે પુસ્તક આગળ બેઠે હોય? એ કે નિયમ નહિ, હવે એને વૈમાનિકનું આયુષ્ય કેવી રીતે લાવવું? સમકિત દષ્ટિ શાક સમારે, સંસારની ક્રીડા કરે, લડાઈ લડે, યુદ્ધ કરે, છતાં તેની વેશ્યા કયાં હોય?