________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૩
અંગે જે લાયકાત તે મેળવવા માટે, ધર્મ પામવા માટે. ધર્મમાં સેંપવા માટે મારે ઘેર છેક આવ્યે છે, એ બુદ્ધિ કેટલાક થઈ? વ્યવહારમાં છોકરી એ પારકું ધન. એવી રીતે છેકરો એ ધર્મનું ધન એ કયારે વિચાર્યું? નવ મહિના પેટમાં રાખે, ઉછેર્યો–એ વિગેરે છોકરીમાં કેમ નથી બોલતા ? છોક શરીર કુટુંબ અને કબીલે આ બધું ધર્મનું ધન છે. આ તો હજુ સરખામણું કરું છું. જેવી રીતે સંસારના આ બધા પદાર્થો અર્થ છે, તેમ ધર્મને અર્થ ગણતાં શીખે. બીજામાં પરમાર્થમાં આ બધા તે મૂળા ભાજી અને આ જિનશાસન કહીનૂર. પરમાર્થ પહેલાં તો આ બધા જે ધર્મ એ અર્થ, એટલી બુદ્ધિ નથી આવી. આખરે સંસાર એ કાંણે મામો અને અધર્મ હજુ સાચે મામે છે, તે ઓળખાયું નથી. આ બધાના ભેગે પણ ધર્મ આદર એ બીજું પગથીયું. ચાહે તો મારું જીવન નાશ પામે, વિષયો નાશ પામે, તેના સાધને ઉડી જાઓ, ચાહે હું ભૂખે મરી જાઊં, તે પણ આ ધર્મ જ કરણય-એ બુદ્ધિ થાય તે બીજું પગથીયું. હવે ત્રીજું પગથીયું, એ કે “એક કાંકરે બે પંખી મરે” તેવી રીતે “એક પંથને દે કાજ”
હું ધર્મ સાધુ, તેનાથી કર્મ તૂટે ને આ ઉપાધિ પણ છૂટે. કાર્ય એક ને ફાયદા છે. ધર્મની સિદ્ધિ અને નિરુપાધિ. પાંચ અને છની ઉપાધિનો નાશ. આ ત્રીજું પગથીયું. હવે તે આ પણ નાશ કરવા લાયક, કર્મો નાશ કરવા લાયક, તેવી રીતે પાંચને પંજે અને છનો છકકો નાશ કરવા લાયક. એક કાતરે ત્યાં બે કપાય છે. કર્મ ને ઉપાધિ. આ ત્રીજુ પગથીયું. આ આત્મા કયે પગથીએ છે. પહેલે બીજે કે ત્રીજે? પિતે પિતાના આત્માથી તપાસી લ્યો. આવું ગણનારો કયારે થાય?
જ્યારે ધર્મની કિંમત સમજે. એ ધર્મની કિંમત માટે ચાર શ્રાવક મહેલમાં બેઠા છે તેને પૂછો કે–તમે કયે અધર્મ કર્યો કે અહીં ઘૂસ્યા? પાન ચાવીને કેયલા ચાવનાર કેટલા ઈમાનદાર ગણાય? તેના કરતાં હજારગણા અમે નકામા. છેકરૂં વિષ્ટા ન સમજવાથી તેમાં હાથ ઘાલે છે, અમે વિષ્ટા સમજવા છતાં હાથ ઘાલીએ છીએ, કેવા બેવકૂફ. અમે દુનિયાને દાવાનળ સરખી ગણુએ છીએ, એમાં રાચીએ માચીએ છીએ. એક બાજુ અનર્થ એટલે જુલમગાર ગણીએ ને બીજી બાજુ એમાં જ સપડાઈએ છીએ. કાંતે મિથ્યાત્વ કબૂલ કરે, કાંતે સંસાર ઉપાધિરૂપ, એ બેમાંથી એક કબૂલ કરે.