________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૪૩ કેદખાનાની બુદ્ધિ નથી તો દેવતાના ભવમાં આકાશમાંથી જ ઉતરશે ત્યાં તો કેદખાનાની બુદ્ધિ આવે જ શાની? એજ વાત પેલા શ્રાવક જણાવે છે. ચારે ગતિને કેદખાના તરીકે કબૂલ કરીએ છીએ. મોક્ષ સિવાય બીજું કંઈ તત્ત્વ નથી. આ કબૂલ કરીએ છીએ. જ્યારે મેક્ષને જ તત્ત્વ તરીકે માનીએ છીએ, પણ મનમાં મોક્ષની છાયા છે કે નહિ? અમે અમારા આત્માને ધર્મ શી રીતે મનાવીએ? અમે ઢાંગી લોકે પાંચ પચીસ સાધુને કેવળજ્ઞાની મન:પર્યવજ્ઞાનીને ખરી રીતે ધુતનારા. તેમની પાસે કંઈ બોલીએ ને બહાર નીકળી કંઈ બોલીએ, તે અમારામાં ને ધૂર્તમાં ફરક કર્યો ? તીર્થકોને કેવળીને આચાર્યોને અમે ધુત્યા, આવું તે ધર્મિષ્ઠ બોલે છે. પિતાના આત્માની હલકાઈ જણાવવા માટે આ વાક્ય છે, પણ દહેરે જવાવાળા ધુતારા છે, એવું બીજા કોઈ કહેતા હોય તો તેઓ હરામખોર છે. પિતે પિતા માટે બેલે છે. સમ્યકત્વ
જ્યારે થાય ત્યારે પહેલવહેલો તે સર્વવિરતિ ઉપર જ ચોટ રાખે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ ચારને કર્મ બંધન ગણે તે સમ્યક્ત્વ છે તેમ સમજવું. દેશવિરતિએ સર્વવિરતિની નિશાળ છે
એક માણસ ભયંકર જંગલમાં સુઈ ગયું છે. એચિત જાગે અને એકી સાથે આઠે દિશાએથી આઠ વાઘ તેના ઉપર આવે છે. ત્રાપ મારવા આવ્યા, તે વખતે તેના ભયબ્રાંતપણામાં શું બાકી રહે? તે પછી કુદવા માંડચે, આગળ ખાઈ આવી તેમાં અંગારા ભર્યા છે. અંગારામાં પગ મૂકે તે બાળે અને અંદર ઉતારી દે. સામી બાજુએ જવું છે, આખો કુદકે મરાય તેવું નથી. અગિનમાં લોઢાનું પતરું છે. તે પણ તપેલું છે. તેની ઉપર પગ મૂલ્યો ને કૂદીને નીકળી ગયે. આ દષ્ટાંતથી આ જીવ મિથ્યાત્વ જંગલમાં ઊંઘે છે. ઊંઘેલાને કમનું ભાન ન હતું. જાગ્યા એટલે આઠ કર્મરૂપી વાઘ દેખાયા, સમ્યકત્વ પામ્યો એટલે આઠ કર્મરૂપી વાધ દેખ્યા. એ ક્યાં આઠ કર્મને દેખે છે ત્યાં ભાગવા માંડે છે. આગળ જાય છે ત્યાં આરંભ પરિગ્રહ અંગારાની ખાઈ આવે છે. એકદમ કુદવાની તાકાત નથી ત્યારે દેશવિરતિનું પતરું છે. દેશવિરતિ એટલે અંગારામાં તપેલું પતરું છે. તપેલા પતરામાં પગ મેલવા જેવી દેશવિરતિ છે. તે બાપરે વાળે હોય કે હાશ ઠંડકવાળ હોય? દેશવિરતિ હાશવાળી હોય જ નહિં. દેશવિરતિવાળાની દષ્ટિ સર્વવિરતિ