________________
૩૩ય
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો ગએલે ન હતો, તેથી જીભ ન કાઢી. હરાવ્યો, બાંધ્યો, કાબુમાં લીધો, છતાં જીભ ન કાઢી. કારણ એક જ. વચનની કિંમત કરતાં જોડે વચનમાં રહેલા ધર્મની કિંમત સમજેલો હતો. ધર્મના મર્મને પૂરે જાણવાવાળા હતા. બીજી રીતિએ વચન સાચવવું કે જેથી વચન પણ સચવાય અને ધર્મનો વિરોધ ન થાય. ધર્મ સાચવવો, ધર્મને ધક્કો ન લાગવા દે, ત્યારે પાછળ જીભનું ચિહ્ન કર્યું. કહેવાનું તત્ત્વ એ છે કે –ધમની કિંમત સમજેલો પોતાની પ્રતિજ્ઞાના વચનો એને પણ વ્યવસ્થિત કરી દે પણ ધર્મનો વિરોધ ન આવવા દે. રાજા દઢ પ્રતિજ્ઞાવાળા, ધર્મનો ધોરી રાજા, પિતાનું વચન એકલું ન ખેંચે પણ ધર્મ તપાસે. આનું નામ વચન પાલન–વ્યવસ્થા.
કિંમત સમજનારાની દષ્ટિ ધર્મ તરફ જ રહેવી જોઈએ. તેને પિતાના માન તરફ દૃષ્ટિ હોય જ નહિ. ધર્મે વિચારે છે કેઆપણે માગ્યાતગ્યાના અનંતા ભાગના નિર્માલ્ય ભાગીદાર છીએ. જૈનેતર શાક લેવા જાય પછી ઉપરથી લસણની કળી માગી ત્યે છે. તેવી રીતે તમે મરચાં માગી લ્યો છો. તમે બાદરનિગોદમાં હતા ત્યારે આમાં જ હતા, માગ્યાતગ્યામાં ગયેલા હતા, તેના અનંતમાં ભાગમાં હતા. તે હવે મૂછ મરડીને શું કરો છો ? આજકાલ ધર્મના નાશનો પિકાર કેમ છે? વાત વાતમાં બસ અમે ? એ ખાતું ન હોય તો વિચારે ઝઘડા શાના ? આજના ઝઘડાની જડ નથી. નહિતર શાસ્ત્રમાં કહેલું જાણે છે, આદરથી માને છે, છતાં કબૂલ ન થાય તેનું કારણ શું ? બસ મેં કહ્યું તે બરાબર છે, પણ પૂર્વ અવસ્થા ભૂલી જવાય છે. તમે બીજાને કહો છો કે ભૂલી ગયો કે? મૂછ ઘસવા પહેલાં સંભાળ કે– ચોગાનમાં ચાલ ધોલ ખાતો હતો તે કઈ દશાને તું? માગ્યાતગ્યાના અનંતભાગમાં ઘસડાતો હતો, અત્યારે મૂછ શું જોઈને મરડે છે ? જ્યારે વસ્તુસ્વરૂપ વિચારે તો હું પણું છોડીને આ શાસ્ત્રને પકડો તો ઝઘડાની જડ જ નથી.
પ્રશ્ન–ભગવાનનાં દૃષ્ટાંતનું અનુકરણ લેવાય?
ઉત્તર –ભગવાનના કર્મના ઉદયથી થએલો દાખલ ન લેવો પણ કર્મના ક્ષય ઉપશમ અને ક્ષચોપશમથી થયેલ દાખલો લેવામાં કોઈ પણ જાતની અડચણ નથી. ભગવાન મહાવીરે પહેલું પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું. આનું કારણ પાત્ર સાત ધર્મ કહે છે માટે પાત્રથી