________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૩૧
૫ણ શું? મુંડીયા કંપનીમાં શું કરવા આવ્યા ? કોઈ કહે કે આ ખુલ્લી છે તો શું કરવા દેખે છે? આને કંઈ અર્થ છે ? ખુલી આંખને સ્વભાવ જ દેખવાને છે, તે આ પ્રશ્નને સ્થાન જ નથી. ગૃહસ્થપણામાં અને આરંભપરિગ્રહમાં રહેવું એ કર્મના ઉદયને કોટ હતે. સાધુપણા સિવાય રહેવું એ કેવળ જ્ઞાનરૂપ દષ્ટિ ખુલ્યા પછી ન બને. જ્યાં. કર્મને કિલો ઉડી જાય, ચૂટી જાય ત્યાં કિલે પોકારે એ કામનું શું? માટે સાધુપણું લેવું એ આત્માને સ્વભાવ-ઘરમાં રહેવું એ કમને સ્વભાવ.
ભરતને કેવળ થયું એટલે આત્માને સ્વભાવ આવો જ જોઈએ. અન્યલિંગ ગૃહીલિંગ એ કમને સ્વભાવ. પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ને અનંતાનુબંધીના સ્વભાવમાં રહેવાવાળા અન્યલિંગીઓ મેક્ષ પામે-આ વાત શી રીતે બને ? અન્યલિંગે સિદ્ધ, ગૃહીલિંગે સિદ્ધ એ કબૂલ. એ પ્રત્યાખ્યાની વિગેરે કર્મના ઉદયથી છે? તે બને કબૂલ ? એક ઝાડ નીચે પારધીએ જાળ નાખી, તેમાં બિલાડો સપડાય તે વિચારે છે કે–આ. ઝાળ કાપવાની મારામાં તાકાત નથી. એક ઉંદરને પ્રાર્થના કરી કે આ જાળ કાપી નાંખ. ઉંદરે વિચાર્યું કે જે જાળ કાપું તો મારૂં મેત થાય અને નથી કાપતે તે એનું મોત થાય છે. જ્યાં પારધી આવ્યા ને જાળને સંકેલવા જાય છે. તે વખતે ઝાડના દરમાં રહીં મોઢાથી ચાર તાતણું તેડી નાખ્યા, એટલે બિલાડી ચાલી ગઈ. બિલાડો ઉપગારી ઉંદરને પણ છેડે નહિં, પણ એવી વખતે છોડયો કે, પોતાને ને તેને બન્નેનો જાન બચાવ્યા, પણ ઉંદર પકડવાને વખત સરખાએ નથી. જેમનું બેઘડીમાં જીવન ખલાસ થઈ જાય, ૪૮ મિનિટથી ઓછા વખતનું જેમનું આયુષ્ય હેય, તેજ અન્યલિગે ગૃહીલિગે સિદ્ધ થઈ શકે છે. આયુષ્ય વધારે હોય તેને ચારિત્ર લીધા સિવાય મોક્ષ છે જ નહિ. ઉંદરે તે વખતે જાળ કાપી કે જે વખતે બિલાડો બળ અજમાવી શકે જ નહિં. બે ઘડીમાં જેમનું આયુષ્ય પુરૂં થવાનું છે, તેથી સાધુલિંગ ગ્રહણ કરવાનો વખત જ નથી. આ ઉપરથી નક્કી થયું કે સાધુપણું લેવું એ સામાન્ય ચીજ નથી પણ સાધુપણાનો વેષ એ આત્માને સ્વભાવ છે. આ સ્થિતિએ ખુદ સાધુપણુ કેવળ જ્ઞાન-દર્શન વિગેરે આમાના સ્વભાવ છે. તે અભવ્ય અગર મિથ્યાદષ્ટિ હોય તે દરેકને તે સ્વભાવ માનો જ પડે. તેને કેવળ જ્ઞાનાવરણીય વિગેરે શાથી માનીએ છીએ? આ વાતથી નિશ્ચય થાય કે-સમ્યકત્વ માવનારે જગતના બધા આત્માને અનંત.