________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૨૭
- તમે પોતે પચ્ચખાણ કરો કે મારે મોટું જૂઠું બોલવું નહિ. પણ તમારા છોકરાએ ખોટી રકમ ઉધારી હોય ને ચોપડા કેરટમાં જાય તે છોકરાએ ભેગવવું જ જોઈએ.” એમ કહેવા કેટલા તૈયાર છે ? પંચંદ્રિયના પૂન સરખાથી તમો ખૂનીના સામેલગાર થાઓ છે. જૂઠી રકમ, દસ્તાવેજો થઈને આવેલી રકમોના માલિક થવા તમે તૈયાર છે, ભાગીદાર થવા તૈયાર છે, ચોરીને અંગે તમે પોતે ન કરે, બાકી છોકરો બેન બેટી કાકે મામે માસો એ જે માલ ઉઠાવી લાવે તો કેટલાએ ભાગ છોડી દીધે? અરે પરસ્ત્રી ગમનને ત્યાગ કર્યો, પવિત્ર કામ કર્યું, પણ પાપ
સ્થાનકની અપેક્ષાએ પૂછું છું કે તમારે છોકો આમ ચેરીમાં પકડાય, તેમાં તમે કેની તરફેણમાં સાક્ષી પૂરવા જશે? તે વખત વકીલ અને બેરિસ્ટર રોકી લાગવગથી બચાવવા તૈયાર છે, સરકારી પટ્ટા પહેરનારાને ઉઠાવગીરી કરનારાઓમાં સામેલગીરિ શી? પટ્ટો ધર્મિષ્ઠપણને ને ઉઠાવગીરના બચાવમાં ઉભા રહેવું છે. બધી બાબત ધ્યાનમાં લેજે. દુનિયામાં રહેનારે બારવ્રત ત્યે તો પણ કર્મના કચરામાં કચડાઈ રહ્યો છે. માટે ગૃહસ્થપણામાં કલ્યાણ કહેનારા કઈ દીવાન–શાળામાં ભણ્યા હશે?
જ્યાં માત્ર પોતાના હાથ પૂરતી સફાઈ, ગુન્હ કરેલાને કોયડ મારવા તૈયાર નથી, અર્થાત્ ગુનેગારોને બચાવવા માટે રાતદિવસ તૈયાર છે, પિતે ગુન્હો ન કરે એટલું જ પાપ બંધ. શ્રાવકના વ્રતનું રેગ્ય પાલન સમજતા હે તે ભૂલ કરે છે. એક વકીલ પોતે જૂઠા કેસ કરે, બીજાને જૂઠે કેસ ફી માટે ચલાવે, બેમાં વકીલાતની સનંદ શામાં જાય? જૂઠો કેસ કરે તેમાં સનંદ જાય. આટલો ફરક છે. આ પિતાનાં ને પરનાં પાપમાં ફરક. ગૃહસ્થને અવિરતિના કારણે પાપ બંધ ચાલુ જ રહે છે.
સુંદરમાં સુંદર વ્રતધારી પિતાના મિત્ર કુટુંબનું બધાનું પાપ તે કંપનીનો મેમ્બર હોય ત્યાં સુધી વગર જોખમે વહોરે છે, પાઘડી કંપની અવિરતિને મેમ્બર હોય, તેમાંથી રાજીનામું ન આપે ત્યાં સુધી તેનાથી જાણબહાર થએલા ગુનાને તે ભાગીદાર છે. આ વિચારશે તો
૧ સં. ૧૦૮૮ ની સાલમાં ઘણું શ્રેષ્ઠી વયે બહાર દહેરાસર-ઉપાશ્રયે જતા તે પાઘડી, દુપટ્ટો, ખેસ વગેરે ઉત્તમ વેશ પહેરે અને તેજ વેશમાં વ્યાખ્યાન શ્રવણ કરનાર હતા, જેથી પાઘડી કંપની શબ્દ વાપર્યો છે